જવાબો આપવાની તાકીદ કરો અન્યથા હવે આંદોલન, રજૂઆતો કરી કરી થાક્યા કોઈ જવાબ દેનારું નથી, ખરેખર ગંભીર બાબત છે

બ્રિજેશ ગૌસ્વામી – સંદીપ રાઠોડ
સિહોર કોંગ્રેસ દ્વારા આજે અચરજ પમાડે તેવી રજૂઆતો નગરપાલિકા વિભાગોમાં કરી છે જેને સવાલો અનેક ઉભા થાય છે આ અંગે કોંગ્રેસનું કહેવું છે કે સિહોર નગરપાલીકાના ફીલ્ટર પ્લાન્ટ , એકસપ્રેસ ગટરલાઈન વિગેરેમાં ખૂદ ભાજપના સભ્યો ભ્રષ્ટાચાર અંગેના આરોપ ખુલ્લે આમ કરે છે તે ચર્ચાનો વિષય બન્યો છે . છેલ્લા પચ્ચીસ વર્ષથી સિહોર નગરપાલીકામાં ભાજપનું શાસન છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વિરોધપક્ષમાં છે . સિહોર કોંગ્રેસ સમિતિ અવારનવાર નગરપાલીકાના વહીવટ અને લોકોને પડતી મુશ્કેલીને વાચા આપની સમક્ષ કે પ્રાંત અધિકારી સમક્ષ રજુઆત કરે છે , પરંતુ કોઈ અગમ્ય કારણોસર અમારી કોઈ પણ રજુઆતનો આજસુધી જવાબ મળ્યો નથી ખુદ ભાજપના જ નગર સેવકો નગરપાલીકાના કાષ્ટાચાર અંગે જે આરોપ કરે છે.

તેનો શાસન તરફથી કોઈ વળતો જવાબ મળતો નથી . વખતો વખત સિહોર કોંગ્રેસ સમિતિએ આપની સમક્ષ રજૂઆત પણ કરી છે . પરંતુ કમનસીબે લોકશાહીમાં જે વિરોધપક્ષને સાંભળવા જોઈએ કે તેમની રજુઆતને પ્રાધાન્ય આપવું જોઈએ તે સિહોર નગરપાલીકામાં બિલકુલ થતું નથી . આવામાં સિહોર શહેર કોંગ્રેસ સમિતિ એવી માંગણીઓ કરીને આવેદનપત્ર આપીને આપેલા ૬ જેટલા મુદ્દાઓ વાંચી દરેક લોકોના પ્રશ્ન અને ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે આપનું શું કહેવું છે અને નગરપાલીકાની સાધારણ સભામાં ફિલ્ટર પ્લાન્ટ અને પાણીની એકસેપ્રેસ લાઈનના મુદ્દા એજન્ડામાં ચર્ચા કરવા માટે સમાવેશ કરવામાં આવે એવી સિહોર શહેર કોંગ્રેસ પક્ષની માંગણી કરે છે.

આ રહ્યા ૬ મુદ્દા..બોક્સ મુકવા

મુદ્દા નં .૧
હાલ સિહોર નગરપાલીકામાં સફાઈ કર્મચારીની સંખ્યા અંદાજીત ૧૮૦ આસપાસ છે અને જાણવા મળ્યા મુજબ ૪ વ્યકિતના સિવાયના લગભગ દરેક સફાઈ કર્મચારી હંગામી છે . હાલ કોરોના મહામારીના સમયમાં સફાઈ કામદારો પોતાના જીવ તેમજ પરિવારની ચિંતા કર્યા વગર સિહોરની જનતાના આરોગ્ય માટે દિવસ રાત કામ કર્યું છે . સફાઈ કામદારો તરફથી પણ તેમને કાયમી કરવા અને સરકાર શ્રી ત૨ફથી મળતના વિવિધ લાભ આપવા અંગે અવાર નવાર રજુઆત કરી છે . ત્યારે સિહોર કોંગ્રેસ દરેક સફાઈ કામદારોને કોરોના વોરિયર્સ સમજે છે . આથી તેમને નગરપાલીકામાં કાયમી કરવા અને સરકાર તરફથી મળતા વિવિધ લાભ આપવામાં આવે તેવી રજુઆત કરીએ છીએ .

મુદ્દા નં .૨
ગુંદાળા વિરતાર , રાજીવનગર , ભોજાવદરે વાવ વિસ્તાર , રામદેવનગર એકતા સોસાયટી , દેવીપૂજક વિસ્તાર વિગેરે સ્થળે જે ગરીબ પરિવારો અંદાજીત ૩૫૦૦ પરિવાર છે હતા વીસ વર્ષથી તે સ્થળે રહે છે જેઓની પારી તે સ્થળનું લાઈટબીલ પણ છે અને તેઓ નિયમિત , લાઈટબીલ ભરે છે . અવાર નવાર આવા પરિવારો તરફથી તેમના પ્લોટ કાયદેસર કરવાની કાર્યવાહી માટે માંગણી પણ કરવામાં આવી છે . સિહોર કોંગ્રેસ સમિતિ જનસેવા એ જ પ્રભુસેવાનો આદર્શ માની આવા ગરીબ પરિવારને સિહોર નગર પાલીકા તેનોને પ્લોટની ફાળવણી કરે તેવી માંગણી કરે છે.

મુદ્દા નં.3
હાલ કોરોનાની મહામારીને કારણે શાકભાજી તેમજ કુટના રોપારીને ક્રિકેટ છાપરી તરીકે ઓળખાતા મેદાનમાં હંગામી ધોરણે ખસેડવામાં આવ્યું છે . કોરોના વાયરસનું સંક્રમણ શાકભાજી તેમજ ફૂટથી વધારે ફેલાવાની શકયતા રહેલી છે . આ અગાઉ પણ સિહોર કોંગ્રેસ સમિતી તરફથી તે સ્થળે સેનેટારાઈઝ ચેનલ મુકવાની માંગણી કરવામાં આવી હતી . પરંતુ સિહોર નગરપાલીકાના શાસકો સિહોરના લોકોના આરોગ્યની પરવા ન કરતા હોય તેમ જણાઈ રહ્યું છે . તો . બંને સ્થળે તેમજ નગરપાલીકા પ્રવેશદ્વાર પાસે સેનેટાઇઝર ચેનલ મુકવામાં આવે તેવી સિહોર શહેર કોંગ્રેસ સમિતી માંગણી કરે છે .

મુદ્દા નં . ૪
હાલ સિહોરના નગરજનોમાં નગરપાલીકાના ફીલ્ટર પ્લાન્ટનો મુદ્દો ટોફઓફથી ટાઉન બન્યો છે . ખુદ ભાજપના જ નગરસેવક દિપકસંગભાઈ રાઠોડ અને ડાયાભાઈ રાઠોડ ભષ્ટાચારના આરોપ કરે છે . ત્યારે આ આરોપ વધારે ગંભીર બની જાય છે . આ સમગ્ર મામલામાં હાલ રીપેરીંગ પાછળ પણ નગરપાલીકા અંદાજીત ૩૭ લાખ રૂપીયા જેવી માતબર ૨કમ ખર્ચવાની હતી તેવું જાણવા મળ્યું છે . હાલ ફીલ્ટર પ્લાન્ટને કમ્પ્લીશન સર્ટીફીકેટ નગરપાલીકા દ્વારા આપવામાં આવ્યું નથી અને ફીલ્ટર પ્લાન્ટનું કામ અધુરૂ છે . તેવામાં સિહોર નગર પાલીકા આવી કોન્ટ્રાકરો પાસેથી ચુકવાય ગયેલી ૨ કમ પાછી મેળવવા માટે અને આવા કોન્ટ્રાકટરોને બ્લેકલીસ્ટમાં મુકેવા કેમ આગળ આવતી નથી તે મોટો પ્રશ્ન છે . રામરાજય અને ગતિશીલ સરકારનો દાવો કરતી ગુજરાતની આ ભાજપ સર કાર નગરપાલીકાના વહીવટમાં પારદર્શકતા લાવવા માટે વિરોધપક્ષની રજુઆતને સાંભળતી નથી , અને આવા પ્રષ્ટાચાર મામલે આંખ આડા કાન કરે છે . સમગ્ર મામલામાં સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ફીલ્ટર પ્લાન્ટમાં જે ગેરરીતી થઈ છે . તે માટે નગરપાલીકાના એજીનીયરનો રીપોર્ટ મેળવી કોન્ટ્રાકટર સામે કાયદેસર કાર્યવાહી કરે અને સિહોર નગરપાલીકા ખુદ ફરીયાદી બને તેવી સિહોર કોંગ્રેસ પક્ષની માંગણી છે .

મુદ્દા નં .૫
સિહોર નગરપાલીકા દ્વારા શહેરીજનોને જયા જયાંથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે તે સમગ્ર વિસ્તાર સીસીટીવી કેમેરાથી સજજ કરવાની માંગણી કરે છે . આ અગાઉ પણ સિહોર કોંગ્રેસ સમિતી દ્વારા સીસીટીવી કેમેરા મુકવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું . પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોય તાત્કાલીક સીસીટીવી કેમેરા લગાડવામાં આવે તેવી અમારી માંગણી છે .

મુદ્દા નં . ૬
દસ વર્ષ અગાઉ જે પાણીની લાઈન બનાવવામાં આવી છે તે મામલે પણ ખુદ શાસકપક્ષે ભાજપના જ નગરસેવક દિપસંગભાઈ રાઠોડ અને ડાયાભાઈ રાઠોડ ભ્રષ્ટાચારના આરોપ કરે છે . જાણવા મળ્યા મુજબ ૧૧ કરોડની આ યોજનામાં ૧ કરોડની અંદાજીત રકમનું કામ બાકી છે અને કોન્ટ્રાક્ટરને પુરેપુરી રકમ ચુકવાઈ ગયેલ છે . દસ વર્ષ અગાઉ બનેલી આ યોજાનામાં હાલ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે . ત્યારે સિહોર નગરપાલીકા આ મુદ્દે શું કરવા માંગે છે તે સિહોર કોંગ્રેસ પક્ષને જણાવવા વિનંતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here