કોંગ્રેસ ભાજપ નગરસેવક તથા સિહોર પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રી ને વિનંતી કે સૌ સાથે મળી ભગીરથ કાર્ય કરે, સામાજીક સંસ્થાઓ પણ આગળ આવે

મિલન કુવાડિયા
સિહોરમાં દિવસે દિવસે ગૌતમી નદીની ગંદકીની નગરજનો તોબા સાથે ત્રાહિમામ પોકારી ગયા છે. નદીની સ્વચ્છતા બાબતે તંત્રની નિષ્ક્રિયતાથી નગરજનો રોગોનો ભોગ બની રહયાં છે ત્યારે લોકોની આરોગ્ય પ્રત્યે સજાગ બની તંત્ર દ્વારા સફાઇ અભિયાન શરૂ કરવામાં આવે તે જરૂરી છે. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું સુત્ર લોકમુખે ગુંજતું થયું છે. પરંતુ સિહોરનું તંત્ર જાણે આ બાબતથી અજાણ હોય તેમ સિહોરની હાર્દ સમી ગૌતમી નદીની ગંદકીની સમસ્યા હલ ન કરી શકી જેના કારણે આસપાસના વિસ્તારોમાં તેમજ અનેક વિસ્તારમાં પુષ્કર પ્રમાણમાં મચ્છરોનો ત્રાસ વધી જતા રોગચાળાની ભીતિ સેવાઇ રહેલ છે.

નદીમાં ઘણો બધો કાપ હોવાથી છીછરી થઈ ગઈ છે નદીનો કાપ ખેડૂતોને ફ્રી માં ભરવા આપે તે પણ જરૂરી છે નદીમાં લોખંડ ધોવાતું હોવાથી જે લોખંડ તળીએ બેસી જાય છે જેના કારણે પાણી પણ નીચે ઉતરતું નથી નદી સાફ કરવાથી બાવળ કચરો જળ વનસ્પતિ પ્લાસ્ટિક કચરો સહિત સાફ કરી વ્યવસ્થિત પાળો કરવાથી નદીનું સૌંદર્ય વઘશે અને ચોખ્ખી પણ થશે આજુબાજુમાં ધાર્મિક સ્થળો પણ આવેલા છે સાથે દબાણો પણ અસંખ્ય થયેલા છે જેને પણ દુર કરવા જોઈએ નદી ચોખ્ખી હશે પાણીના તળ પણ ઉંચા આવશે જ્યારે ગૌતમી નદી શહેરની શાન છે.

સૌએ ભગીરથ કાર્યમાં જોડાવવુ જોઈએ ભાજપ કોંગ્રેસ નગરસેવક સિહોર પ્રાંત અધિકારીશ્રી મામલતદારશ્રી ને પણ વિન્નતી સૌ સાથે મળી શહેરના સારા કાર્ય કરે અને જેમાં સામાજિક સંસ્થાઓ પણ જોડાય કારણકે ગૌતમઋષિના નામથી ગૌતમી નદી એવું નામ આપવામાં આવ્યું છે એ નદીમાં આજે સ્વચ્છતાના નામે મસમોટું મીંડું છે. એ નદીમાં આજે એટલી ગંદકી છે કે ન પૂછો વાત! અને હા ગૌતમી નદીની નજીકથી પસાર થવું એટલે નાકે ફરજિયાત રૂમાલ બાંધીને નીકળવું પડે છે માટે નદીની સ્વચ્છતા માટે સામુહિક પ્રયાસોની જરૂર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here