આગાહી વગર થતો વિજળી,વાવાઝોડા,વરસાદનો એક સાથે અનુભવ ગતરાત્રીના ખુલ્લા આકાશમાં ચંદ્ર દર્શન અને થોડી વારમાં રૌદ્ર સ્વરૂપે વરસાદ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાં ગત મોડી રાત્રિના લોકો ઘરે વિશ્રામમાં હતા, રાત્રે ૧૧ વાગ્યા આસપાસ તો આકાશ ખુલ્લુ હતું ચંદ્રના દર્શન પણ નજરે પડતા હતા કોઈના કપડાં બહાર સુકાતા હતા ,કોઈએ મંદ મંદ વહેતા પવનને આવવા દેવા બારી ખુલ્લી રાખી હતી ત્યાં  અચાનક રાત્રિના ૧ વાગ્યા આસપાસ એટલો તીવ્ર પવન ફૂંકાયો જાણે નિસર્ગ વાવાઝોડુ વિખેરાઈને અચાનક બેઠુ થયું હોય, વૃક્ષો પવનથી રીતસર ચિચિયારી પાડતા હોય તેમ અવાજ આવવા લાગ્યા અને  અચાનક વિજળીના ચમકારા અને ધોધમાર વરસાદ તૂટી પડયો, પણ પંદરેક જે પચ્ચીસ મિનિટ બાદ બધ્ધુ જ શાંત થઈ ગયું હતું આમ સિહોર કે તાલુકામાં છેલ્લા બે ચાર દિવસથી ઓચિંતા આંધી સાથે વરસાદ ઝાપટાઓ વરસ્યા રાખે છે આગાહી વગર થતો વિજળી,વાવાઝોડા,વરસાદનો એક સાથે અનુભવ લોકોને થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here