રોગચાળાના નિયંત્રણ માટે તકેદારીના પગલા આવશ્યક, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ઠેર ઠેર જોવા મળતા ખાબોચીયાઓ

સંદીપ રાઠોડ બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર અને તાલુકાભરમાં છેલ્લા સપ્તાહથી છુટાછવાયા વરસી રહેલા કમોસમી વરસાદના લીધે ડેન્ગ્યુ અને મેલેરિયા ફેલાવવાનું જોખમ વધી જવાની સંભાવના છે. કોરોના વાયરસ સામેના જંગમાં હાંફી ગયેલા લોકો સામે નવુ સંકટ ઉભુ થવાની ભીતિ સેવાઈ રહી છે. ગોહિલવાડમાં ચોમાસાના વિધિવત આગમન પૂર્વે જ રાજાધિરાજ મેઘરાજાનું તોફાની આગમન થઈ રહેલ છે. છેલ્લા સપ્તાહથી સિહોર શહેર તાલુકા અને જીલ્લાભરમાં ચોતરફ વાદળછાયુ વાતાવરણ જામેલુ જોવા મળે છે અને જાણે કે, પ્રિ-મોન્સુન એકટીવીટીનો પ્રારંભ થઈ ગયો હોય તેમ ઠેર ઠેર ગાજવીજ અને વાઝડી સાથે ઝંઝાવાતી વરસાદ તૂટી પડતા અનેક સ્થળોએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

આ વરસાદી પાણીનો નીકાલ સમયસર થતો ન હોવાથી ચોતરફ દુષિત પાણીના ખાબોચીયા લાંબા સમય સુધી ભરાયેલા રહે છે જયાં માખી,મચ્છર અને ઝીણી જીવાતોનો ઉપદ્રવ દિન પ્રતિદિન વધી રહ્યો હોવાથી ડેન્ગ્યુ અને મેલેરીયાનો રોગચાળો ફાટી નિકળવાની શકયતા સેવાઈ રહી છે.  સ્થાનિક સરકારી અને ખાનગી દવાખાનાઓમાં વાયરલ રોગચાળાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે આવશ્યક તકેદારીના પગલા લેવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here