એલસીબી પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સોનગઢ પાસે બાતમી મળી કે ફરાર દિનેશ પીપરલા ગામના રોડ. પર ઉભો છે, હજુ બે દિવસ પહેલા કેશુ દેવીપૂજન શેત્રુજી પાસેથી ઝડપાયો હતો

હરેશ પવાર
સિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હામાં ફરાર દિનેશ હીરા દેવીપૂજક નામનો ઇસમ ભાવનગર એલસીબીના સકંજામાં સપડાયો છે ભાવનગર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ નાસ્તા ફરતા શખ્સોને ઝડપી પાડવાની તજવીજ બાદ એલસીબી સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સોનગઢ ચોકડી પાસે એવી બાતમી મળી કે સિંહોર પોલીસ પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં નાસ્તો ફરતો દિનેશ હીરા દેવીપૂજન જે પીપરલા પાસે ઉભો હોવાની બાતમીના આધારે એલસીબી સ્ટાફના હાથે ઝડપાઇ ગયો હતો.

જેમને સોનગઢ પોલીસ મથક ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા સિહોર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના નાસ્તા ફરતા કેશુ દેવીપૂજન નામનો ઇસમ શેત્રુજી ડેમ પાસેથી એલસીબીના હાથે જ ઝડપાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here