સિહોર અને પંથકમાં ભીમ અગિયાસની વાવણી શરૂ, ખેડૂતો દ્વારા પૂજા અર્ચના સાથે ખેતીની શરૂઆત, ખેડુ જોતરાયો ખેતી કામમાં

સંદીપ રાઠોડ-બ્રિજેશ ગૌસ્વામી
ભીમ અગિયાસ પુરી થઈ છે વરસાદે દસ્તક દીધા છે રાજ્યમાં ચોમાસાના પ્રારંભની શરૂઆતના એંધાણ દેખાઈ રહ્યા છે જેને કારણે રાજ્યનો ખેડૂ ગેલમાં છે ગઈકાલે સારો વરસાદ વરસતા ખેડૂતો ખેતરે હળ સાથે જોવા મળી રહ્યાં છે. ત્યારે સિહોર પંથકના ટાણા, સહિતના અનેક ખેડૂતીએ વાવણીનો શુભારંભ કર્યો છે. સિહોર પંથકના ધરતીપુત્રોએ વાવણીનો શુભારંભ કર્યો છે. ગઈ કાલે ટાણા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.

વાવણી લાયક વરસાદથી જગતના તાત ખુશખુશાલ જોવા મળ્યા છે. પરંપરા મુજબ વાવણી કરતા પહેલા બળદોને શણગાર કરવામાં આવી છે. આ સાથે ધરતી માતાનું પૂજન પણ કરવામાં આવે છે. આમ, પૂજા કરીને વાવણીનો શુભારંભ કરવામાં આવે છે. આમ, આજે અનેક ખેડૂતોએ પૂજા કરીને વાવણીની શરૂઆત કરી હતી. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here