સિહોર ટાઉન પ્લાનિંગ બેઠકમાં એજન્ટા બજાવવામાં આવ્યો નથી અને બેઠકનું પ્રોસેટિંગ લખાયેલું નથી, બેઠક સંપૂર્ણ ગેરકાયદેસર, મામલો હાઇકોર્ટે સુધી જશે, મળેલી ટાઉન બેઠક મુદ્દે કડાકા ભડાકા

મિલન કુવાડિયા
સિહોર નગરપાલિકા ખાતે ગુરૂવારે મળેલી ટાઉન પ્લાનિંગ બેઠકમાં અતિ ભારે વિવાદ છેડાયો છે સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી લઈ જવાની નગરસેવકોની ચીમકીએ સ્થાનિક રાજકારણમાં હડકંપ મચાવીને રાખી દીધો છે ગઈકાલે એક તરફ ભષ્ટાચાર અને બેઠક સંપૂર્ણ ગેરકાયદેસરના સીધા આક્ષેપો અને બીજી તરફ સરકારની ઓનલાઈન પ્રક્રિયા છતાં મળેલી બેઠક અને ચેરમને કહેલી ગરીબો માટેની વાતે અનેક સવાલો ખડા કરીને રાખી દીધા છે.

ગઇકાલે નગરપાલિકા ચેરમન વિક્રમભાઈ નકુમે કહ્યું કે ટાઉન પ્લાનીંગની મળેલી બેઠક સંપૂર્ણ ગવર્મેન્ટ માન્ય છે જેની સામે આજે સિહોરના બે નગરસેવક મુકેશ જાની અને દીપશંગભાઈ રાઠોડે બેઠક સંપૂર્ણ ગેરકાયદેસર હોવાનું કહી પોતાની વાત પર અડગ રહ્યા છે તેમનું કહેવું છે.

કે ટાઉન પ્લાનિંગ બેઠક એક પણ રીતે કાયદેસર નથી બેઠકનો એજન્ટા કાઠવામાં આવ્યો નથી બેઠકનું પ્રોસીડિંગ લખવામાં આવ્યું નથી જે ફાયલોના કેસ કોર્ટમાં પેન્ડિગ છે કેસો ચાલે છે નગરપાલિકા વકીલ રાખીને જે ફાયલો માટે કેસો લડે છે તેવી ફાયલો મંજૂરીમાં મુકવામાં આવી હતી બેઠક સંપૂર્ણ ગેરકાયદેસર છે એ બાબતે અમે હાઇકોર્ટે સુધી જવાના છીએ બેઠક મામલે ૨૫૮/ પૈકી કેસ પણ કમિશનરમાં દાખલ કરવાની ચિમકી નગરસેવકોએ ઉચ્ચારી છે ત્યારે બેઠકનો વિવાદ વધુ ઘેરો બન્યો છે બેઠકનો સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી લઈ જવાની વાત છે.

એન્જીનીયર અને ચીફઓફિસર ને સસ્પેન્ડ કરવાની માંગણી પણ નગરસેવકો કરવાના છે ત્યારે મળેલી ટાઉન પ્લાનિંગ બેઠક કાયદેસર અને ગેરકાયદેસર વચ્ચે વકરેલા વિવાદ અને નીકળેલી જ્વાળાનો તાપ કેટલાને દઝાડે છે તે સમય કહેશે બીજી બાજુ ભાજપના જ સભ્યો અનેક મુદ્દાઓ સામે પ્રજાના પ્રશ્નને લડત કરે છે તેના સામે પ્રજામાં ચોમેર પ્રશંશાઓ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here