અનેક વિસ્તારોમાં કેટલાક વૃક્ષ હજુ પડે તેવી દહેશત, વૃક્ષ પડવાથી અકસ્માતની ભીતિ, જોખમી વૃક્ષો
કાપી નાખવા જરૂરી

બ્રિજેશ ગૌસ્વામી
દર વર્ષે ચોમાસા દરમિયાન પુરઝડપે પવન ફુકાવાથી તેમજ વરસાદ પડવાથી કેટલાક વૃક્ષો પડી જતા હોય છે, સિહોર શહેર અને જિલ્લામાં પુરઝડપે પવન ફુકાતા ઘણા વૃક્ષો પડી ગયા છે. હજુ કેટલાક વૃક્ષ પડી જવાની અણી પર છે તેથી આ વૃક્ષો તત્કાલ કાપી નાખવા લોકો માંથી માંગ ઉઠી છે સિહોર શહેર અને જિલ્લામાં ચોમાસા દરમિયાન વૃક્ષો પડવાની ઘટના વધી જતી હોય છે તેથી અકસ્માત સર્જાવાની ભીતિ રહેતી હોય છે. છેલ્લા ચાર પાંચ દિવસથી પુરઝડપે પવન ફુકાઇ રહ્યો છે જેના કારણે કેટલાક વૃક્ષો ધરાશાઈ થઈ ગયા છે.

ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શહેરમાં કેટલાક જોખમી વૃક્ષો કાપી નાખવા લોકોની માંગ ઉઠી છે જોખમી વૃક્ષ પડવાના પગલે કોઈ જાનહાની થઈ શકે છે તેથી આવા વૃક્ષ ઉતરાવા જરૂરી હોય છે પરંતુ તેની સાથે ચોમાસા દરમિયાન મોટી સંખ્યા વૃક્ષો વાવવા પણ જરૂરી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ઘણા વૃક્ષો વાવવામાં આવતા હોય છે જે સારી બાબત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here