સિહોર ગૌતેમેશ્વર તળાવના દરવાજાઓને ક્યારે ઓઇલ ગ્રીસિંગ સર્વિસ કરવાના છો, અનેક દરવાજાઓ લીકેજ છે, તાકીદે સર્વિસ અને ચેકઅપ જરૂરી છે

સંદીપ રાઠોડ બ્રિજેશ ગૌસ્વામી
ચોમાસાએ એન્ટ્રી મારી છે વાવણી શરૂ ગઈ થઈ છે ભીમ અગિયાસરની વાવણી ખેડૂતો દ્વારા શરૂ કરી દેવાઈ છે વરસાદે પણ દસ્તક દઈ દીધા છે લોકોને ગરમીથી પણ રાહત મળી છે પરંતુ સિહોર ગૌતેમેશ્વર તળાવના દરવાજાઓને રીપેરીંગ ઓઇલ ગ્રીસિંગ સર્વિસ માટેનું મુર્હત તંત્રને જોવાનું ચુકાઈ ગયું છે પ્રિમોન્સૂન કામગીરીમાં સિહોર ગૌતેમેશ્વર તળાવના દરવાજાઓ દર વર્ષે રીપેરીંગ થતા હોય છે સર્વિસ ગ્રીસિંગ કલર અને જેની રીબીનો બદલવાની સહિતની વિવિધ કામગીરી દર વર્ષે રુટિંગ હોઈ છે પરંતુ આ વર્ષે જૂન માસ શરૂ થઈ ગયો હોવા છતાં હજુ સુધી ગૌતનેશ્વર તળાવના ૫૨ જેટલા દરવાજાઓની રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં નહિ આવી હોવાનું જાણવા મળ્યું છે.

હાલ પણ ગૌતેમેશ્વર તળાવની સપાટી ૧૫ ફૂટ આજુબાજુ છે એક સારા વરસાદે સંભવિત તળાવ ભરાઈ જવાની શકયતાઓ રહેલી છે બીજી બાજુ ગૌતનેશ્વરના ૫૨ દરવાજાઓ પૈકીના ૪૫ જેટલા દરવાજાઓ ગયા વર્ષે લીકેજ હોવાનું ખુલ્યું હતું જેના પાણીનો પુષ્કળ જથ્થો વહી ગયો હતો ત્યારે પ્રિમોન્સૂન કામગીરીમાં દરવાજાઓની મરામત થવી જોઈએ તે આજ સુધી થઈ નથી ત્યારે ચોમાસુ નજીક છે વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે એક સારા વરસાદે તળાવ ઓવરફ્લો થવાની શક્યતાઓ રહેલી છે ત્યારે તળાવના દરવાજાઓને ક્યારે ઓઇલ ગ્રીસિંગ સર્વિસ કરવાના છો તેવો સવાલ શહેરના લોકોમાં થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here