શિક્ષણ અધિકારીએ કહ્યું કે શૈક્ષણિક નવા સત્રના કોઈએ પ્રવેશ લેવો નહિ તેની માન્યતા રદ કરવામાં આવી છે, શાળા છોડયાનું પ્રમાણપત્ર પણ કઢાવી લેવું

શાળામાં પ્રવેશ ન લેવા તેમજ અભ્યાસ કરતા બાળકોનો અન્ય શાળામાં પ્રવેશ મેળવવા શિક્ષણાધિકારી દ્વારા શહેરના વાલીઓને અનુરોધ

શંખનાદ કાર્યાલય
સિહોરની અતિ વિવાદિત જ્ઞાનગંગા શાળાની માન્યતા રદ થતા ભારે ચકચાર મચી છે અગાઉ અનેક વખતો વિવાદમાં સપડાયેલી સંસ્થા જ્ઞાનગંગાની માન્યતા રદ કરી દેવામાં આવી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મનહરબાપા એજ્યુકેશન ટ્રસ્ટ સિહોર સંચાલીત બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળા જ્ઞાનગંગા વિધાસંકુલ- સિહોરની ધો.૧ થી ધો.૫ અને ઘો.૬ થી ધો.૮ની માન્યતા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ગાંધીનગર દ્વારા રદ્દ કરવામાં આવેલ છે.

સદરહું શાળામાં જુન ૨૦૨૦ થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી કોઇ પણ વાલીએ તેમના બાળકનો પ્રવેશ લેવો નહિ અને આ શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને શાળામાંથી સત્વરે એલ.સી.(શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) કઢાવી અન્ય શાળામાં પ્રવેશ મેળવી લેવા અનુરોધ કરવામાં આવે છે. અન્યથા આ બાબતની જવાબદારી વાલીઓની રહેશે જ્યારે સંસ્થાની માન્યતા રદ થવાના કારણે શૈક્ષણિક જગતમાં ભારે ચકચાર મચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here