વિદ્યાર્થીઓ વગર આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ : સરકારની ગાઇડ મુજબ એડમિશન આપવા તેમજ પાઠ્ય પુસ્તકો આપવાની કામગીરીઓ શરૂ કરવામા આવશે

હરેશ પવાર
સિહોર અને પંથકમાં આજથી વિધાર્થી વગર આજથી ખાનગી, સરકારી ગ્રાન્ટેડ, પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલો ખુલી છે. જેમાં એક પણ વિધાર્થીઓ સ્કૂલમાં હાજર નહીં રહી શકે. સોસીયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઇડલાઇન થી સ્કૂલો શરૂ કરવામાં આવી રહી છે.  ધોરણ ૧ થી ૯ સુધીના વિધાર્થીઓના પ્રવેશ, પરીક્ષા પરિણામ અને પત્ર વ્યવહાર તૈયાર કરવા માટે અને પાઠ્યપુસ્કતો પહોંચાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે. આગામી ૧૫મી જૂનથી લગભગ ઓનલાઇન ધોરણ ૩ થી ૧૨ સુધીનો અભ્યાસક્રમ ઓનલાઇન શરૂ કરવામાં આવનાર છે.

જેમાં હજારો વિધાર્થીઓ ઓનલાઈન ભણતા થઈ જશે કોરોનાની મહામારી વચ્ચે સિહોર શહેર અને તાલુકાની મોટભાગની સ્કુલો શૈક્ષણિક કાર્ય ફકત શિક્ષકોની હાજરીમાં શરૂ થઇ થઈ ગયું છે નર્સરી થી લઇને ધો-૧૨ સુધીના હજારો વિદ્યાર્થીઓ સ્કુલે ગયા વગર જ ઘરબેઠા તબક્કાવાર સ્ટડી મટીરીયલ્સના આધારે ઓનલાઇન ભણતા થઇ જશે. આવુ પ્રથમ વખત બન્યું છે કે વિદ્યાર્થીઓ સ્કુલે ગયા વગર પણ સ્કૂલ શરૂ થઇ જશે. સમ્રગ વિશ્વમાં કોરોનાનો ભારે કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે સ્કુલો ક્યારે શરૂ કરવી ? તે એક પ્રશ્ન છે.

આ પ્રશ્ન વચ્ચે આજે સોમવારથી ઉનાળું વેકેશન પૂર્ણ થવાની સાથે જ નવુ શૈક્ષણિક સત્ર શરૂ થયું છે વિદ્યાર્થીઓની ક્રીકીયારી, ચીસાચીસ વગર ખાલીખમ ફકત શિક્ષકોની હાજરીમાં જ શરૃ થઇ છે વિદ્યાર્થીઓ ધરબેઠા જ ઓનલાઇન ભણતા થઇ જશે. જયારે પ્રાથમિક શાળામાં તો શાળાના સંચાલકો દ્વારા આયોજન કરાયુ છે. સરકારી સ્કુલોમાં પણ ભણવાની વ્યવસ્થા કરી દેવાઇ છે. આમ કોરોનાના કારણે પ્રથમ વખત એવુ બનશે કે વિદ્યાર્થીઓ સ્કુલે ગયા વગર પણ સ્કુલ શરૂ થઇ છે અને ભણતા પણ થઇ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here