આજથી સિહોર શહેરના રેસ્ટોરન્ટો અને હોટલ પણ ચાલુ થઈ, સરકારે આપેલી લીલી ઝંડીના પગલે છેલ્લા ૭૫ દિવસથી બંધ રહેલા શહેરના રેસ્ટોરન્ટો અને હોટલો આજથી ધમ-ધમી

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં નાના-મોટા રેસ્ટોરન્ટો અને હોટલો કોરોનાના કારણે લાગુ થયેલા લોકડાઉનના પગલે બંધ હતી જેને ચાલુ કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે અને આજથી હોટલો અને રેસ્ટોરન્ટો સાથે મોલ પણ ચાલુ થયા છે આજથી સિહોર સાથે રાજ્યભરમાં રેસ્ટોરન્ટ શરૂ થઈ ગઈ છે. સોશિયલ ડિસ્ટન્સના પાલન, સેનિટાઈઝર સહિતની સાવચેતી સાથે રેન્ટોરન્ટ શરૂ થઈ ગઈ છે. મોટાભાગની જગ્યાએ ડિજીટલ પેમેન્ટ માટે અગાઉથી જ વ્યવસ્થા કરાયેલી છે, ત્યારે હવે ફરી રેસ્ટોરન્ટ શરૂ થઈ જતા હોટલ માલિકો ગ્રાહકોની વાટ જોઈ રહ્યા છે.

ખાસ કરીને સાંજે ૭ વાગ્યા બાદ રેસ્ટોરન્ટમાં જમવા જવાની પરમિશન નથી, ત્યારે હોટલના સંચાલકોની માગણી છે કે, આ સમયમાં વધારો કરાય. જેથી ગ્રાહક અને તેમને બંનેને રાહત મળી શકે. અઢી માસ જેવા લાંબા ગાળા સુધી લોકડાઉન રહ્યાં બાદ કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૧ અંતર્ગત આજથી હોટેલ્સ, રેસ્ટોરન્ટ અને સાથે મોલ્સ તથા ધાર્મિક સ્થાનો શરૂ થતાની સાથે મોલ અને હોટલ રેસ્ટોરન્ટ લોકોની ચહલપલહ થઈ છે તમામ ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ, મોલ્સ બંધ રહેશે, તે સિવાયના તમામ વિસ્તારોમાં ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here