ભકતો ભગવાનના દ્વારેઃ સિહોર શહેરના ધર્મસ્થાનો સાથે પ્રસિદ્ધ શ્રી ખોડિયાર મંદિર સહિતના ધાર્મિક સ્થાનો ખુલ્યા

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના મહામારી ના લોકડાઉન બાદ ૮૦ દિવસબાદ સિહોર નજીક આવેલ પ્રસિદ્ધ શ્રી ખોડિયાર મંદિર ભકતો માટે ખુલ્લું મુકાયું છે લોકડાઉન બાદ આજથી ધર્મસ્થાનો ભાવિકો માટે ખુલ્યા છે સરકારના નિયમોના પાલન સાથે પૂજનવિધિ, ધાર્મિક કાર્ય કરવામાં આવી રહ્યા છે અનલોક–૧ સાથે આજથી મંદિરોના કમાડ ઉધડયા છે. સિહોર શહેર–જિલ્લાના અનેક દેવાલયો, મંદિરોએ હજુ ભાવિકો માટે દર્શન ખોલ્યા નથી. ગુરૂઆશ્રમ બગદાણા બધં રહેવાનો છે તો રાજપરા ખોડયિર મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાયું છે.

જો કે આરતીમાં પ્રવેશ બધં રખાયો છે. સિહોરના શિવમંદિરો આજ સોમવારથી ખુલી ગયા છે તો કેટલાક મંદિર પણ જરૂરી સાવચેતી અને નિયમોના પાલન સાથે ખુલ્યું છે. યાત્રાધામ પાલિતાણા ખાતે પણ શેત્રુંજીની યાત્રામાં પ્રારભં થયો છે. આજે સવારે તળેટી ખાતે માસ્ક સેનેટાઇઝર વિગેરેની સુવિધા અને વ્યવસ્થા સાથે સાધુ–ભગવંતો અને સાધ્વીજી મહારાજોએ યાત્રાનો પ્રારભં કર્યેા હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here