સિહોર વોર્ડ નં ૨ ઉ.પ્રમુખ ચતુરભાઈ રાઠોડના વિસ્તારમાં ગંદકીથી લોકો તોબા તોબા, ઠેર ઠેર કચરાના ઢગલા, અગ્રણી માવજી સરવૈયાનો આક્રોશ

હરેશ પવાર
સ્વચ્છ ભારત અભિયાન હવે માત્ર સૂત્ર અને બેનર પૂરતું સ્મિત થઈ ગયુ છે તે હકીકત અને વાસ્તવિકતા છે જેને નકારી શકાય તેમ નથી ગુંદાળા વિસ્તારમાં ગંદકી અને કચરાએ નગરપાલિકા તંત્રના સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડાડી દીધો છે સ્વચ્છતાના સૂત્રો જોરશોરથી સમગ્ર દેશમાં ગુંજયા છે સ્વચ્છતા અભિયાનમાં જનજાગૃતિ માટે તોતિંગ ખર્ચ કરીને પ્રસંગોપાત હાથમાં ઝાડુ લઈને મહાનુભાવો ફરજ પુરી કર્યાનો સંતોષ માને છે શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓ પણ ફોટો શેસન સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ સ્વચ્છતા અભિયાનના નામે ચાલતા નાટકમાં નગરપાલિકાને સહયોગ આપતી હોય છે પરંતુ વાસ્તવિકતા અલગ જોવા મળે છે.

સિહોર નગરપાલિકા વોર્ડ નં ૨ કેજે વોર્ડ નગરપાલિકા ઉ.પ્રમુખ ચતુરભાઈ રાઠોડનો વોર્ડ છે જેઓ અહીંથી ચૂંટાયેલા છે જેમના વિસ્તારમાં ભયાનક ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે જેના કારણે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને સ્વચ્છતાના અભાવે ગંદકીથી ખદબદતા માથું ફાડી નાખે એવી દુર્ગંધથી રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા છે. સ્વચ્છતા અભિયાન માટે જોર શોરથી પ્રચાર કરતી નગરપાલિકા શું આવા દૃશ્યોથી અજાણ છે? આ બાબતે માવજી સરવૈયાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here