સિહોર નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીએ તાલીમ વર્ગોની મુલાકાત લીધી
હરેશ પવાર
દિન દયાળ અંત્યોદય યોજના, નેશનલ અર્બન લાઇવલી હૂડ મિશન યોજના અંતર્ગત સિહોર નગરપાલિકા માં કૌશલ્ય તાલીમ અને સ્થળ નિર્ધારણ ઘટક અંતર્ગત ચાલતા તાલીમ વર્ગો ની આજરોજ નગરપાલિકા ના પ્રમુખશ્રી દિપ્તીબેન ત્રિવેદી, ટાઉન પ્લાનિંગ ચેરમેન વી. ડી.નકુમ, તથા કોર્પોરેટરશ્રી હંસાબેન પરમાર,સોનલબેન જાની, તથા સવિતાબેન તથા પ્રોજેક્ટ ઓફિસર વિજયભાઈ વ્યાસે તાલીમ વર્ગોની મુલાકાત લીધી હતી.જેમાં પ્રમુખશ્રી દિપ્તીબેન ત્રિવેદી દ્વારા તાલીમાર્થી ઓને પ્રેરક ઉદબોધન કર્યું તેમજ તાલીમાર્થી ઓને કોઈ પ્રશ્ન હોય તો હલ કરી દેવાની ખાતરી આપેલ તાલીમ ક્લાસમાં જે તાલીમાર્થીઓને બ્લેઝ ર મળેલ ન હતા તેવા તાલીમાર્થીઓને પ્રમુખશ્રી, ચેરમેનશ્રી, કોર્પોરેટર દ્વારા વિતરણ કરવામાં આવેલ અને તાલીમ મેળવી રહેલી બહેનો પોતાની રીતે સ્વતંત્ર રહીને આવક નો નવો સ્ત્રોત ઊભો કરે તેવી શુભેચ્છા આપેલ. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવા માટે પ્રોજેક્ટ ઓફિસર વિજયભાઈ વ્યાસ નું માર્ગદર્શન મળેલ જેમાં ગીતાબેન કોતર શીતલબેન ગોહેલ, જીજ્ઞાબેન જોશી, અને જયવતસિહ ગોહીલ જહેમત ઉઠાવી હતી.