સોમવારે સિહોર નગરપાલિકાની મળેલી કારોબારી બેઠકમાં ગેરરીતિની આશંકા, બે નગરસેવકો કહ્યું શામ દામ દંડની નીતિ, અમે ગેરરીતિ સામે પ્રજા માટે લડત રહેશું

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકા વિવાદોનું ઘર બન્યું છે રોજજે સૂરજ ઉગે અને આથમે જેની વચ્ચે અખબારોમાં ખાસ્સી જગ્યાઓ ફળવાઈ રહી છે ગેરરીતિ ભષ્ટચાર કૌભાંડ સમસ્યા પરેશાની રજૂઆતો આવેદનો આક્ષેપો આરોપો વગેરે વગેરે મુદ્દાઓમાં મીડિયા અને અખબારોમા નગરપાલિકાને જગ્યાઓ મળતી રહે છે એમ કહેવાય કે છેલ્લા થોડા સમયમાં પાલિકા તંત્રના વહીવટના કારણે ખાસ્સી બદનામ થઈ છે જેના પાછળના કારણો અનેક હશે તેમાં પડવું નથી પરંતુ આવતા દિવસોમાં સત્તામાં બેઠેલા લોકો માટે કપરા ચઢાળ રહેશે તે નક્કી છે.

સિહોર શહેરના દરેક પ્રશ્નો માટે લડત આપતા ભાજપના ચૂંટાયેલા સભ્ય દીપશંગભાઈ રાઠોડ, અને વિપક્ષના મુકેશ જાનીએ છેલ્લા થોડા દિવસોમાં અનેક મુદ્દાઓ પર શહેરની પ્રજા માટે લડત આપી છે વાત ફિલ્ટર પ્લાન્ટની હોઈ ગટર લાઈન, પાણી લાઈન, સહિતના અનેક મુદ્દાઓ પર તંત્ર અને સત્તામાં બેઠેલા શાશકો સામે બાયો ચડાવીને અવાજ ઉઠાવ્યો છે જ્યારે સિહોર નગરપાલિકાની બે દિવસ પહેલા કારોબારી બેઠક મળી હતી જેનો સમય ૪ વાગ્યાનો હતો બેઠક સાંજે ૬ વાગ્યા સુધી શરૂ થઈ ન હતી અને પૂરતા સભ્યો હાજર નહિ રહ્યા ન હતા.

જેથી બેઠકમાં ગેરરીતિ થઈ હોવાનું બંને નગરસેવકોનું કહેવું છે ત્યારે મુકેશ જાનીએ કહ્યું હતું કે શામ દામ દંડની નીતિ અને દીપશંગભાઈ કહ્યું હતું કે અમે ગેરરીતિ ખોટીવાત કૌભાંડ અને શહેર માટે થતું અહિત સામે પ્રજા માટે લડત રહેશું જેમાં કોઈ શંકા નથી સોમવારે મળેલી કારોબારી બેઠકમાં પણ ગેરરીતિ થઈ છે તેવું બન્ને સભ્યોનું કહેવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here