સિહોર શહેરના આજુબાજુ વિસ્તારોમાં એક બે વીજ બિલ કલેક્શન સેન્ટર શરૂ કરવા ભાજપની માંગ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર ૨ થી વધુ કિલોમીટરમાં ફેલાયેલું શહેર છે આજુબાજુ છેવાડાઓના વિસ્તાર સુધી શહેરના લોકો વસવાટ કરે છે અંદાજીત એકાદ લાખ ઉપરની વસ્તી ધરાવતું ગામ છે અત્યાર સુધી શહેરના મેઈન બજાર સહિતના બિલ કલેકશન માટેના ત્રણ સેન્ટરો હતા જેથી બિલ ભરવા માટે લોકોને અનુકૂળતા હતી પણ હાલની સ્થિતિમાં પીજીવીસીએલ ઓફિસ શહેરની ગામ બહાર ખસેડાઇ ગઈ છે વીજ બિલ ભરવા લોકોને તકલીફ અને પરેશાની થઈ રહી છે પોતાનું વાહન અથવા સટલ રિક્ષાઓમાં મુસાફરી કરીને બિલ ભરવા માટે જવું પડે છે લોકોને અગવડતા ન પડે તે માટે શહેરના વિસ્તારોમાં એક બે વીજ કલેક્શન સેન્ટર શરૂ કરવાની માંગ શહેર ભાજપ દ્વારા કરવામાં આવી છે એ બાબતે ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ સુધી રજુઆત કરીને લોકોની અગવડતા દૂર થાય તે માટે યોગ્ય કરવાની રજૂઆત સિહોર ભાજપ દ્વારા કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here