સિહોરમાં માસ્ક ન પહેરનાર સામે કાર્યવાહી, કેટલાક દંડાયા, ૨૮૦૦ નો દંડ વસુલાયો

હરેશ પવાર
કોરોના વાયરસના પગલે એસઓપીના નિયમનુ પાલન થાય તે માટે સિહોરમાં એક સ્પે ટિમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે આ ટીમ દ્વારા આજે જુદા જુદા સ્થળે તપાસ કરવામાં આવી હતી અને દંડ વસુલવામાં આવ્યો હતો. માસ્ક નહી પહેરનાર સહિતના અનેક લોકો ઝપટે ચડી ગયા હતાં. કોરોના વાયરસના પગલે એસઓપીના નિયમનુ પાલન કરાવવા પગલા લેવામાં આવી રહ્યા છે.  તાજેતરમાં ફેલાયેલ નોવેલ કોરોના વાયરસના અસરકારક સામનો કરવા માટે હાલ સિહોર શહેરમાં અનલોક-૧ અમલી બનાવવામાં આવેલ છે.

ત્યારે જાહેરનામું અનુસાર લોકો ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક રૂમાલ અથવા સ્વચ્છ કાપડથી ફરજીયાત નાક અને મોઢું ઢાકવાનો અને માસ્ક ન પહેરનાર રૂ ૨૦૦ નો દંડ વસુલવાના જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે સિહોરની નગરપાલિકા ના શોપ ઇન્સ્પેકટર વિજય વ્યાસ, એમ.આઇ.એસ મકવાણા જય, અજમાઇસી એસ.આઇ. મનાલી કે. પંડ્યા, બિપીનભાઈ વાઘેલા દ્વારા ૨૮૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો દરેક લોકોએ નિયમનુ પાલન કરવુ જરૂરી બની રહે છે. રોડ પર પણ માસ્ક નહી પહેરનાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે તેથી વેપારી સહિતના લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here