રોડ વિભાગના કર્મચારી કહે છે નગરપાલિકાની લાઈન તૂટલી છે પાણી લીકેજ છે જેથી રોડની હાલત ખરાબ થઈ જાય છે અમારા સહયોગી દેવરાજ બુધેલીયા કહે છે તળાવ ભરાયા હોઈ તેમ ખાડાઓ ભરેલા છે, લોકોની હાડમારીનો પાર નથી

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકાનું પાણી પુરવઠા તંત્રનું કામ સતત બેદરકારી ભર્યું રહે છે અસંખ્ય જગ્યાઓ પર લાઈનો લીકેજ હોવાની ફરિયાદો નવી નથી લાઈન અને પાણીના પાઇપો લિકેજના કારણે અગાઉ નગરસેવકો દ્વારા પણ સમગ્ર મામલે અવાજ ઉઠાવ્યો હતો શહેર માટે પાણી માટેનું સોલ્યુશન થાય તે માટે કરોડો રૂપિયા ખર્ચાયા પછી પણ પરિસ્થિતિ એની-એજ છે એજ દૂષિત પાણી, એજ લાઈનો લીકેજ, એજ પાણી માટેનો હોબાળો, એજ અપૂરતા પાણીની બુમરાણ, એજ પ્રેસર વગરના પાણીની ફરિયાદ, કરોડો વપરાયા પછી પણ બધું એનું એજ સ્થિતિમાં સહેજ પણ ફેરફાર નહિ.. આવું જ કંઈક સિહોરના ટાણા રોડ સીતારામ મઢુલી પાસે જોવા મળી રહ્યું છે.

જ્યાં પાણીની લાઈન લીકેજ હોવાના કારણે રિતરસ તળાવ ભરાયા હોઈ તેવો ઘાટ સર્જાયો છે વાહન ચાલકો પરેશાન છે સ્થાનીકોની સ્થિતિ પાણી માંથી પસાર થવાનો વારો આવ્યો છે ત્યારે અહીં રોડ વિભાગના કર્મચારીઓ કહે છે કે નગરપાલિકાની પાણીની લાઈન લીકેજ છે જેના કારણે અહીં પાણી ભરાઈ છે અને રોડમાં વધુ પડતા ખાડાઓ પડે છે જેથી રોડની હાલત ખરાબ થાય છે જ્યારે અમારા સહયોગી દેવરાજ બુધેલીયાનું કહેવું છે અહીં સ્થિતિ ખરેખર વિકટ છે અહીંથી પસાર થવું હોય તો જાણે ભરેલા તળાવ માંથી પસાર થઈ રોડ પાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે વહેલી તકે પાલીકા વિભાગે લિકેજ પાણી બંધ કરવું જોઈએ તેવું અમારા સહયોગી બુધેલીયાનું કહેવું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here