સિહોર ટાણા ચોકડી સીતારામ મઢી પાસે લીકેજ પાણીની લાઈન રીપેરીંગ કામ આખરે શરૂ

દેવરાજ બુધેલીયા
સિહોર ટાણા રોડ નજીક સીતારામ મઢીની ચોકડી પાસે લીકેજ થયેલી પાણીની લાઈન બાબતે ત્યાં તળાવની જેમ પાણીના ખાડાઓ ભરાતા હતા તે વાત શંખનાદે ગુજાગર કરીને લોકો સમક્ષ મૂકી હતી જેની અસર તંત્રના કાન સુધી ગુંજી છે અને લીકેજ લાઈનનું રીપેરીંગ કામ હાથ ધરાયુ છે સિહોર નગરપાલિકા પાણી વિભાગનું કામ પહેલેથી બેદરકારી ભર્યું રહેલું છે પાણી લાઈનો અનેક જગ્યાઓ પર લિકેજના કારણે વારંવાર પાણી વેડફાટનું કંમઠાળ સર્જાઈ છે.

સિહોર ટાણા રોડે સીતારામ મઢી પાસે પાણીની લાઈન લીકેજ થવાથી જ્યાં તળાવની જેમ પાણીના ખાડાઓ ભરેલા રહેતા વાહન ચાલકોમાં પરેશાની ભોગવી રહ્યા હતા ત્યારે રોડ વિભાગ કર્મચારીઓ દ્વારા મરામત શરૂ કરી હતી અને જ્યાં પાણી લિકેજના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું જે વાત શંખનાદ દ્વારા ગુરુવારે કહેવામાં આવી હતી જે વાત તંત્રના કાન સુધી પોહચી છે અને લીકેજ રીપેરીંગની મરામત શરૂ કરવામાં આવી છે જેથી વાહન ચાલકો અને સ્થાનિક લોકોને પરેશાની ઓછી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here