અમારા સહયોગી બ્રિજેશે કહ્યું કે વેપારીઓને રાહત મળે તેવા સમાચારો છે, વિજય વ્યાસે વિગતો આપી છે કે હવે રવિવારે વેપાર ધંધા કરી શકશો

નગરપાલિકાના અધિકારી વિજય વ્યાસે કહ્યું કોઈ બંધણી કે નિયમો નથી, રવિવારે સ્વૈચ્છિક પોત-પોતાની દુકાનો ખોલી શકશે.. વેપાર ધંધા કરી શકશે..વેપારીઓને હાશ થઈ

બ્રિજેશ ગૌસ્વામી
કોરોનાએ આપડી સૌની ઘણી પરીક્ષાઓ લીધી અને ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની સ્થિતિ દારૂણ બની છે રોજનું કમાઈ રોજનું ખાતા પરિવારો માટે ખૂબ કપરો સમય ચાલી રહ્યો છે વેપાર ધંધો શરૂ હોવાથી લોકોને ટંક ટંકના ખાવામાં સાસાઓ થઈ રહ્યા છે કારણકે લોકો પાસે પૈઆઓ ખૂટી ગયા છે આવક છે નહીં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ શિવાઈ લોકો અન્ય વસ્તુઓ ખરીદી કરવામાં અનેક વિચારો કરતા હોય છે કારણકે આ કપરો સમય ક્યાં જઈને અટકે તેવી સ્થિતિ હાલ કોઈ દેખાતી નથી ત્યારે કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં લાગેલા લોકડાઉનને લઈને વેપારીઓ ભારે આર્થિક મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.

જેમાં સિહોરમાં લોકડાઉન દરમ્યાન સરકારના કોઈ આદેશ ન હોવા છતાં વેપારીઓ અને પ્રશાશન દ્વારા સ્વૈચ્છિક રીતે રવિવારે બજારમાં દુકાનો બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હાલ રાજ્ય સરકાર દ્વારા વેપારીઓની મૂંઝવણ દૂર કરવા માટે થઈને લોકડાઉનમાં છૂટ આપીને વેપાર ધંધાઓ શરૂ કરી દેવામાં આવ્યા હતા. લોકડાઉન ૫ માં વેપારીઓને મળેલી છૂટછાટથી થોડી રાહત અનુભવી હતી. પરંતુ લોકડાઉન ૫ ના બે અઠવાડિયા પસાર થઈ ગયા હોવા છતાં રવિવારે દુકાનો બંધ રાખવામાં આવતી હતી.

જેને લઈને આજે વેપારીઓ માટે સારા સમાચાર પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા. હવેથી રવિવારે પણ વેપારીઓ દુકાનો શરૂ રાખીને વેપાર ધંધા કરી શકશે. નગરપાલિકા ના કર્મચારી વિજય વ્યાસ દ્વારા જણાવ્યું છે કે વેપાર ધંધા રવિવારે બંધ રાખવામાં કોઈ બંધણી કે નિયમો નથી વેપારીઓ સ્વૈચ્છિક પોતાના ધંધા રોજગાર ખુલ્લા રાખી શકશે ત્યારે વેપારીઓ માટે એક સારા સમાચાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here