સિહોરમાં ગૌતમેશ્વર તળાવની પ્રોટેક્શન દિવાલ પાસે ભુવો પડ્યો

અગાઉ વિપક્ષ દ્વારા પ્રોટેક્શન દિવાલની તિરાડોને લઈને વાત તંત્ર સુધી પહોંચાડી હતી

બ્રિજેશ ગૌસ્વામી – સંદીપ રાઠોડ
સિહોર સહિત રાજ્યમાં ચોમાસુ બેસી ગયું છે. સિહોરમાં પણ મેઘરાજા એ પધરામણી કરીને શ્રી ગણેશ કરી દીધા છે. ત્યારે સિહોરના ગૌતમેશ્વર તળાવની પ્રોટેક્શન દીવાલ નજીક આજે ભુવો પડયાના અહેવાલો સામે આવ્યા છે. આ અગાઉ પણ ગૌતમેશ્વર તળાવની પ્રોટેક્શન દિવાલમાં તિરાડો પડી જતા વિપક્ષના અને અન્ય જાગૃત નગરસેવકો સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને દિવાલોમાં પડી ગયેલી તિરાડોની વાતને લઈને નગરપાલિકા સુધી વાત પહોંચાડીને વહેલી તકે સરખું કરવા માટે રજુઆત કરવામાં આવી હતી.

આ મુદાએ પણ ભારે ચર્ચા જમાવી હતી. આજે ફરી ગંભીર વાત સામે આવી છે. હજુ તો ચોમાસુ બેઠું છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી હાથ ધરવી જરૂરી છે. ગયા વર્ષે પણ ગૌતમેશ્વર તળાવ બે વાર છલકાઈ ગયું હતું ત્યારે પ્રોટેક્શન દિવાલમાં સર્જાઈ રહેલી ગંભીર ખામીઓ મોટી મુસીબતો નોતરશે તેમાં ના નહિ હવે આજે પડેલા ભુવાની વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here