ડિઝલના ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટરો-ટ્રક માલીકો ચિંતામાં છે, કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે કોઈ વિશેષ પેકેજ જાહેર કરવું જોઈએ અન્યથા અનેક ગાડીઓના પૈડા થંભી જશે,

મિલન કુવાડિયા

દેશ ધીરે ધીરે અનલોકની દિશામાં આગળ વાધી રહ્યો છે.તેમ તેમ ડીઝલના ભાવ પણ રોજરોજ વધી રહ્યા છે. છેલ્લા ત્રણ થી છ દિવસમાં લગભગ ૩.૫૦ રૂપિયાનો વધારો થયો છે. તેમ તેમ ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલીકોની ચીંતામાં વાધારો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ ૨૦ લાખ કરોડના પેકેજમાં ટ્રાન્સપોર્ટ સેકટરના નામનો કયાંય ઉલ્લેખ પણ જોવા મળ્યો નથી ત્યારે ટ્રક ટ્રાન્સપોર્ટેશન માટે જિલ્લાના લોકનેતા આગેવાન મિલન કુવાડિયાએ ચિંતા વ્યક્ત કરી છે દેશમાં લોકડાઉન દરમીયાન ટ્રાન્સપોર્ટને ચાલુ રાખવામાં આવ્યુ હતુ. એ સમય દરમીયાન રોડ પર કે કયાંય પણ હોટલ કે ધાબા પણ ચાલુ ન હોતા.

ત્યારે પણ ડ્રાઈવરોએ ભુખ તરસ વેઠીને પણ જીવન જરૂરી ચીજોનું સપ્લાય ચાલુ રાખી હતી. પરંતુ એ દરમીયાન જયારે ફ્રુડ ઓઈલનો બેરલનો ભાવ ઘટી રહ્યો હતો. છતાં ડીઝલ પરનો ભાવ વધારો અસહ્ય બની રહ્યો છે આ માટે તાત્કાલિક સરકારે વિચારવું જોઈએ ટ્રાન્સપોર્ટ ઉધોગ બાબતે પણ વીચારે  અને જે ટેકસમાં વધારો કર્યો છે એ પરત લે તો કાંઈક રાહત મળે. એક બાજુ રોજબરોજ વધતા ડીઝલનો ભાવ વધારો બીજી બાજુ લેબર પોતાના વતનમાં પરત ચાલી જતા લોડીંગ અનલોડીંગમાં લેબર ચાર્જમાં લગભગ ડબલ વાધારો ચોમાસાની સીઝનમાં માલ સામાનની હેરફેર ઓછી થશે અને ગાડીઓના હપ્તા ચાલુ થશે.

ભાડા ઘટશે મુશ્કેલી ઉપર મુશ્કેલી રાહત કોઈ નહીં.  ટ્રાન્સપોર્ટ વેપાર ધંધામાં ચાલતી ચર્ચા મુજબ હવે ગાડીઓના ટાયર કયારે થંભી જશે એ નક્કી નથી. આ દીશામાં વિચાર કરવો જરૂરી છે અન્યથા હજારો લાખ્ખો લોકો બેરોજગારીના ભરડામાં આવી જશે એ ચોકકસ છે તેવી ચિંતા યુવા આગેવાન મિલન કુવાડિયાએ વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here