સિહોરના રાજકોટ રોડ ભગવતીનગર પાસે હાઇવે પર છેલ્લા એક વર્ષથી કરેલ મસમોટો ખાડો આંધણી આખે કોઈને દેખાતો નથી

બ્રીજેશ ગૌસ્વામી સંદીપ રાઠોડ
જ્યારે આંખ જોવાનું બંધ કરે અને કાન સાંભળવાનું બંધ કરે ત્યારે એક સાંધો ત્યાં બાર તુટે તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે રોજ સવાર પડે અખબારોમાં ગેરરીતિ કૌભાંડો અને અને શહેરના લોકોની સમસ્યાઓથી ભરેલા હોઈ છે શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરો, રોડ રસ્તા પાણીના પ્રશ્ન ખૂબ પેચીદા બન્યા છે ત્યારે સિહોરના રાજકોટ રોડ ભગવતી નગર પાસે છેલ્લા એકાદ વર્ષથી રોડ પર મોટો ખાડો કરીને રાખી દેવાયો છે અહીં હાઇવે પરથી દરેક અધિકારી કર્મચારીઓ પસાર થતા હશે.

પરંતુ લોકોની મુશ્કેલી તકલીફ કોઈને આખે દેખાતી નથી ઉપરોક્ત તસ્વીર જોઈને આંખ બંધ કરી મનમાં એક વખત વિચારોકે તમે જે સરકારી એસી ગાડીમાં પ્રજાના પૈસે નીકળો છે એ ગાડી આ ખાડામાં ખાબકે અને પડે તો..આંખ બંધ કરીને વિચારો કે શુ થાય સ્થિતિ..વિચાર પણ કંપારી કરી મુકેને..આ સ્થિતિ છે સાંજ પડે અનેક વાહન ચાલકો અને પગપાળા રાહદારીઓ સ્થાનિકો ખાબકે છે..પડે છે અને હોસ્પિટલ જવાનો વારો આવે છે..તમારે તમારી જાતને પણ સવાલ કરવાની જરૂર છે કે તમે જે કરો છો તે બધું યોગ્ય તો છે ને.? બાકી ઈશ્વર બધું જુએ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here