સિહોરમાં માસ્ક નહીં પહેરનાર સામે ૧૫ સામે દંડનીય કાર્યવાહી, ૩૦૦૦ થી વધુનો દંડ વસુલાયો

દેવરાજ બુધેલીયા
જિલ્લામાં કોરોના મહામારી વકરતી થઈ રહી છે ત્યારે સિહોરની પાલિકા હરકતમાં આવી ગઈ છે. શનિવારના રોજ પાલિકા વિભાગ દ્વારા માસ્ક વગર ફરતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકાએ માસ્ક ન પહેરનાર ૧૫ જણાને વ્યક્તિદીઠ રૂપિયા ૨૦૦નો દંડ ફટકારી કુલ ૩૦૦૦ રૂપિયાની વસૂલાત કરી હતી. છેલ્લા સાડા ત્રણ મહિનાથી દેશભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ૭૫ દિવસ સુધી લોકડાઉન બાદ પણ કોરોના પર કાબૂ આવી શક્યો નથી.

દરમ્યાન અનલોક શરૂ થયા બાદ લોકોની અવરજવર વધતાં કોરોના પણ વધુ વકરી રહ્યો છે. લોકડાઉન દરમ્યાન સિહોરમાં એક પરિવારના સંક્રમિત શિવાઈ અન્ય કોઈ કેસ નોંધાયો નથી પરંતુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એક પછી એક કેસો વધી રહ્યા છે જે ચિંતાજનક છે આથી હવે ગ્રામ્ય વિસ્તારો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે ફરી સિહોર નગરપાલિકા ટિમ લીડર વિજય વ્યાસ, સુનિલ ગોહિલ, જય મકવાણા, ધર્મેન્દ્ર ભટ્ટ, તેમજ પોલીસ સ્ટાફના ઇન્દુભા ઝાલા સહિતના કર્મીઓ દ્વારા માસ્ક નહીં પહેરનાર સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.

શનિવારના રોજ સાંજે ટીમ શહેરમાં ઉતરી પડી હતી અને માસ્ક વગર જણાતા લોકો સામે દંડની વસૂલાત કરી હતી. શહેરના વડલા ચોક, સિનેમા, આંબેડકર ચોક, સોની બજાર, મોટાચોક સહિતના વિસ્તારોમાં કુલ ૧૫ વ્યક્તિઓ સામે માસ્ક ન પહેરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ પાસેથી વ્યક્તિદીઠ ૨૦૦ રૂપિયાનો દંડ મળી કુલ ૨૮૦૦ રૂપિયાની વસૂલાત કરી હતી. નગરપાલિકાની કાર્યવાહીથી માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here