પાનમાવો ખાઈ જ્યાં ત્યાં થુકવું નહિ, માસ્ક ફરજીયાત પહેરવું, ડિસ્ટન્સી જાળવવા અને નિયમોનું પાલન કરવા પોલીસ અધિકારીની તાકીદ

મિલન કુવાડિયા
લોકડાઉન બાદ હવે અનલોક ૦૧ શરૂ થયું છે જેમાં સરકાર દ્વારા નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવી છે જ્યારે નિયમોનું પાલન નહિ કરનાર સામે આકરી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે ભાવનગર જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં પાન માવાની પિકચારી તથા માસ્ક નહી પહેરનાર સામે પોલીસ દંડ વસુલાત કરી કાયદેસરની કાર્યવાહિ કરશે જેની જનતાએ નોંધ લેવી..

તેમજ રાજય સરકારના આદેશ તથા ગુજરાત આરોગ્ય વિભાગના પરીપત્ર અન્વયે કોરોના વાઇરસ સબંધીત વૈશ્વીક મહામારી સબંધીત કલેકટર ભાવનગરના જાહેરનામા અન્વયે સોશીયલ ડિસટન્સી, મોઢાના ભાગે માસ્ક પહેરવુ,પાન-માવા ખાઈને જાહેરમાં થુંકવા અંગે પોલીસને દંડ વસુલાત કરવાની સત્તા આપવામાં આવેલ હોય જેથી જાહેરમાં પાન-માવો ખાઈને થુંકવુ નહી અને મોઢાના ભાગે માક્સ ફરીજીયાત પહેરવુ અને સોશીયલ ડિસટન્સી જાળવવી અન્યથા પોલીસ તરફ થી કાયદેસર ની કાર્યવાહી કરી રોકડ દંડ વસુલાત કરવામાં આવશે જે લોકોએ બાબતે ખાસ તકેદારી રાખવા સિહોરના પોલીસ અધિકારી ગોહિલે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here