ભુકંપ જેવી કુદરતી આફત સમયે ઉપયોગી બનતું લાખો રૂપિયાનાં ખર્ચે ધ્રુપકા રોડ પર બનાવાયેલ સિસ્મોગ્રાફી સેન્ટરની દશા અને દિશા બન્ને અવદશામાં છે

અમારા સગયોગી બ્રિજેશ અને દેવરાજએ આજે સ્થળ પર વિઝીટ કરી, સેન્ટર આખું ખંડેર જેવું બન્યું છે બારી દરવાજાના તૂટલાં ફૂટલા છે, બાવળો ઉગેલા છે, જગ્યા અસામાજિક લોકોનો અડ્ડો બન્યો છે, કમસેકમ આ સેન્ટરના દરવાજાઓને તાળા મારીને તો રાખો, આટલી કાળજી જરૂરી છે

બ્રિજેશ ગૌસ્વામી – સંદીપ રાઠોડ
હાલનો સમય માનવજાત માટે કાળરૂપી સાબિત થઈ રહ્યો છે એક તરફ કોરોનાનો કપરોકાળ બીજી તરફ હવામાન વિભાગની પવન સાથેના વરસાદની આગાહી અને ગઇકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપનો આંચકાએ પ્રજાને ભયભીત કરીને રાખી દીધી છે ત્યારે ભુકંપ જેવી કુદરતી આફત માટે સિસ્મોગ્રાફી ભુકંપ સેન્ટર બનાવવામાં આવતા હોય છે સિહોરમાં ધ્રુપકા રોડ પર રામનાથ નજીક સિસ્મોગ્રાફી ભૂકંપનું સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ સેન્ટર લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં તો આવ્યું છે,પરંતુ હજી સુધી કોઇ કોઈ કારણોસર આ સેન્ટરને શરૂ કરવામાં આવ્યું છે.

સેન્ટર બન્યું એમને ખાસ્સો સમય થયો હોવા છતાં હાલ આ સેન્ટર કાર્યરત થતું નથી આ સેન્ટર હાલ આવારા તત્વો માટે સલામત બની ગઇ છે. સેન્ટરના બારી-બારણા તૂટી ગયા છે. અનેક જગ્યાએ તોડફોડ થયેલી છે સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ સેન્ટર કાર્યરત ન કરાતા નાણાનો વ્યય થયો છે આવારા તત્વો માટે અસામાજિક પ્રવૃતિઓનું કેન્દ્ર બની ગયું છે અમારા સહયોગી દેવરાજ અને બ્રિજેશે આજે સ્થળ મુલાકાત કરી જેમાં સેન્ટરની હાલત ખંડેર જેવી છે બારી બારણાંના કાચ તૂટલાં દરવાજા તૂટેલા સહિતની બાબતો સામે આવી છે અહીં કમસેકમ મુખ્ય દરવાજાઓને તાળા મારવા આવશ્યક છે મુખ્ય અધિકારીની પણ એક મુલાકાત અહીં જરૂરી બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here