ગુજરાત મોડલ ગતિશીલ ગુજરાત કે સંવેદનશીલ સરકારના સુવાળા એક પણ સૂત્ર સિહોરના ટાણા ગામમાં લાગુ પડતા નથી, ટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૨૦૦૮ પછી લેડીઝ નર્સ નથી

બ્રિજેશ ગૌસ્વામી સંદીપ રાઠોડ
સિહોર તાલુકાના ટાણા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ૨૦૦૮ પછી લેડીઝ નર્સની કાયમી નિમણુંક થઈ નથી જેના કારણે અગાઉ જેમજ આજે પણ ટાણા ગામના આગેવાનોએ રજુઆત કરી છે અને તાકીદે લેડીઝ નર્સની નિમણુંક કરવાની માંગ આગેવાનોએ કરી છે સરકાર ગતિશીલ ગુજરાત ગુજરાત મોડલ કે સંવેદનશીલ સરકારના રૂપાળા સૂત્રો કદાચ હવે માત્ર હોર્ડિંગ અને બેનર પૂરતા રહ્યા છે હાલ રાજ્યની પ્રજા કોઈને કોઈ સમસ્યાથી પીડાઈ છે કદાચ ઉપરના સૂત્રો હવે માત્ર બોલવા પૂરતા રહ્યા છે.

પરંતુ હાલતો આ સુત્રો અને શબ્દોને શરમ આવતી હશે કારણકે વિચારો સિહોરના ટાણા ગામે આવેલ ૨૦૦૮ પછી લેડીઝ નર્સ નથી સમગ્ર ગુજરાતના પીએચસી સીએચસીની સ્થિતિ શુ હશે તે વિચારતા કરી મુકનારી બાબત છે સમગ્ર મામલે ટાણા ગામના આગેવાને ઘણો બળાપો મીડિયા સામે ઠાલવ્યો છે પરંતુ જગ્યાના અભાવે બધું શક્ય નથી આજે ટાણા ગામના આગેવાનો સિહોરના મામલતદારશ્રી સમક્ષ રજૂઆત કરીને તાકીદે પીએચસી સેન્ટર ખાતે રજૂઆત કરીને નિમણુંક કરવાની માંગ કરી છે રજૂઆતમાં ટાણા ગામના અન્ય આગેવાનો પણ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here