સંચાલક મોરડીયા અને અનિકેત રાજ્યગુરુનું જબદસ્ત મોનીટરીંગ અને સખત પરિશ્રમ કાબીલેતારીફ છે, એક પછી એક પરિણામો લાજવાબ, સંસ્થા ફરી એક વખત મોખરે

રાજયમાં લેવાયેલ ધો. ૧૨ સાયન્સ બોર્ડ પરીક્ષાના પરિણામો આજે જાહેર થયા છે જેમાં સિહોરની નામાંકિત સંસ્થા વિદ્યામંજરી સંસ્થા મોખરે રહી છે હજુ થોડા દિવસ પહેલા ધોરણ ૧૦ના પરિણામો જાહેર થયા હતા જેમાં પણ આ સંસ્થા સિહોર ખાતે મોખરે રહી હતી તેજ સિલસિલો ચાલુ રહેતા આજ રોજ જાહેર થયેલા ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામોમાં પણ સમગ્ર શહેરમાં આ સંસ્થાના વિધાર્થીઓ મોખરે રહ્યા છે.

વહેલી સવારે ધો. ૧ર સામાન્ય પ્રવાહનું ઓનલાઈન પરિણામ જાહેર થત શાળા  પરિવારના વિદ્યાર્થીઓ, વાલીગણ અને શિક્ષકગણ ખુશીઓથી ઝુમી ઉઠયા હતા. વિષયવાર શ્રેષ્ઠ પરિણામ તેમજ  સમગ્ર શાળાનું સર્વશ્રેષ્ઠ પરિણામ આવતા સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અહીં સંસ્થાના સંચાલક મોરડીયા અને અનિકેત રાજ્યગુરુની મહેનત અને સંસ્થાની કાર્યપધ્ધતિ અને પરિશ્રમ એક ઉત્કૃષ્ઠ પરિણામ આપે છે.

આજે પરિણામ જાહેર થતા વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ સિહોરનું ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ) નું ૯૦% ૫૨ ઉજ્જ્વળ પરિણામ આવેલ છે આવ્યું છે રાજ્યનું પરિણામ ૭૬.૨૯% જિલ્લાનું પરિણામ ૭૯.૫૨ %, સિહોર કેન્દ્રનું પરિણામ ૭૭.૩૩ % જ્યારે સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસનું પરિણામ ૯૦.૫૨ % આવેલ છે ધોરણ ૧૨ સામાન્યપ્રવાહ માં શાળાનાં ઉચ્ચ ગુણાંકન મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શાળાનાં ટ્રસ્ટીશ્રી, સંચાલકશ્રી, આચાર્યશ્રી તેમજ શાળા પરિવાર અભિનંદન પાઠવ્યા હતા.

૯ વિદ્યાર્થીની યાદી
(૧) તેજાણી માનસી ઘનશ્યામભાઈ ૯૯.૩૩%
(૨) કોતર પૂજાબેન ભુપતભાઈ ૯૯.૨૪%
(૩) વિરાણી ભાર્ગવ મુકેશભાઈ ૯૯.૨૦%
(૪) ગોહિલ ધૃવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ૯૮.૪૭%
(૫) કાકડિયા મનાલી ઘનશ્યામભાઈ ૯૮.૦૭%
(૬) ગૌસ્વામી દર્શનપરી રાજુપરી ૯૭.૮૨%
(૭) દોમડીયા મૈત્રી જયસુખભાઇ ૯૬.૯૯%
(૮) જાદવ હાર્દિકભાઈ ભુપતભાઈ ૯૫.૭૯%
(૯) ઈટાળીયા કેવલ મહેશભાઈ ૯૫.૦૦%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here