માવજી સરવૈયાએ કહ્યુ માસ્ક વગર ૨૦૦ના દંડની જાહેરાત મુખ્યમંત્રીએ રાત્રી કરી અને સવારે “દી” ઉગ્યામાં અમલ શરૂ થયો વિજબીલના ૧૦૦ યુનિટ માફ કરવાની જાહેરાત મુખ્યમંત્રી કરી પરંતુ સ્થાનિક કચેરીઓને ખબર નથી, આદેશ થયા નથી, બિલ માફ નહિ થાય તો આંદોલન

હરેશ પવાર બ્રિજેશ ગૌસ્વામી
લોકડાઉન વચ્ચે મોંઘવારીએ લોકોને જીવવું હરામ કરીને રાખી દીધું છે જીવન જરૂરિયાત તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પોહચ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ કરેલા આદેશોમાં પણ વીજકંપની પોતાની મનમાની ચલાવતી હોઈ તેવું સામે આવ્યું છે આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે રજૂઆત કરી છે કે વીજ બિલો માફ થવા જોઇએ લોકડાઉનનો સમય છે ધંધા રોજગાર છે રાજયના મુખ્યમંત્રીએ પણ ટીવી પર જાહેરાત કરી હતી કે તમામ લોકોના લાઇટ બિલ માફ થાય અને લોકડાઉનના કારણે કર્મચારીઓ બિલ આપવા આવ્યા નહોતા.

જેના કારણે ત્રણ મહિના માં ૧૦૦ યુનિટ કરતાં વધારે મીટર ચાલે અને ૧૦૦ યુનિટ ઉપર તમારા દ્વારા યુનિટ નો ભાવ વધારે છે લોકડાઉનમાં લોકોને જમવાનું પણ માંડ માંડ મળે છે અને લોકો ને લાઇટ બિલ વધારે આવેલ છે .લાઇટ બિલ ભરી શકે તેમ ન હોય તો કોરોનાની માહામારીમાં ગરીબોના લાઇટ બિલ માફ કરવાની રજૂઆત કરી છે લાઇટ બિલ માફ કરવામાં નહીં આવેતો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે જન આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.

આ બાબતે માવજી સરવૈયાએ કહ્યું હતું કે જસદણ વિધાનસભા ની ચૂંટણી સમયે લોકો ના બિલ માફ થાય તો અત્યારે કેમ નહીં? માંગ સ્વીકારમાં નહિ આવે તો અહીં દલિત અધિકારી મંચે ૧૪ બાદ જનઆંદોલન કરવાની ચીમકી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here