સિહોર જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલના તારલાઓ ઝળકયા, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું શ્રેષ્ટ પરિણામ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ખાતે આવેલ જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ગગનચુંબી પરિણામ આવતા શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા અને સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી વી.ડી.નકુમ અને ડૉ. ભરતભાઈ નાકરાણી દ્વારા તમામ વિધાર્થીઓ અને શિક્ષકોને શુભકામનાઓ પાઠવી હતી.

અહીં સંસ્થામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ખૂબ ઊંચું પરિણામ આવ્યું છે ચાર વિધાર્થીઓ ઝળકતા શાળા પરિવારે ગૌરવની લાગણી અનુભવી હતી અને ઉજ્વળ પરિણામ સાથે સંસ્થાની વિધાર્થીની પ્રથમ કુવાડિયા નિરાલી ડી. (૯૭.૫૩ %) દ્રિતીય પરમાર જયદીપ ડી. (૯૫.૩૫%) તૃતીય ચિતલીયા ધરતી કે. (૯૫.૨૪), ચોથા ક્રમાંકે બોરીચા ઉમંગ એમ. (૯૨.૪૧ %) મેળવી જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ – સિહોરનું ગૌરવ વધાર્યું છે વિદ્યાર્થીઓએ જલવંત પરિણામ બદલ ખુશી વ્યક્ત કરી પોતાની સફળતામાં સંસ્થાના સંચાલકો તેમજ શિક્ષકોનો મહત્વની ભૂમિકા રહી હોવાનું વિધાર્થી બાળકોએ જણાવ્યુ હતું.

સાથે મોં મીઠા કરી પરિણામની ઉજવણી કરી હતી તેમજ આ સિધ્ધી બદલ શાળાનાં ટ્રસ્ટી વી.ડી.નકુમ, ડો ભરતભાઈ નાકરાણી બંને માધ્યમના આચાર્યશ્રીઓ તથા સમગ્ર સ્ટાફ પરીવાર દરેક બાળકોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સાથે સંસ્થાએ શૈક્ષણિક વર્ષ – ૨૦૨૦/૨૧ થી શાળામાં ધો-૧૧ (આર્ટસ) શરુ શરૂ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here