સિહોર દાદાની વાવ પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત, ૧ ગંભીર

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર આજુબાજુના હાઇવે હવે રક્તરજીત બનતા જાય છે હાઇવે પર વારંવાર નાના મોટી અકસ્માતોની ઘટના બનતી રહે છે તે બાબત ચિંતાનજક રહેલી છે સિહોરના ભાવનગર રોડ દાદાની વાવ નજીક આજે સવારે ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા થવા થવા પામી હતી બનાવને લઈ ૧૦૮ સ્થળ પર દોડી જઇ ઈજાગ્રસ્તને સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ અને વધુ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવેલ ઘટનાને લઈ બનાવ સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here