કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ કહ્યું ભાજપના સિનિયર સભ્યો જ્યારે આક્ષેપો કરતા હોય ત્યારે સ્વભાવિક અનેક શંકાઓ ઉપજે, વિવાદિત મુદ્દાઓને સાધારણ સભામાં ચર્ચા કરવાની માંગણી
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા નગરપાલિકા શાસકપક્ષ નગરસેવકો એ કરેલા ભષ્ટ્રાચારના આરોપો મુદ્દે આવતી સાધારણ સભામાં ચચાઁ કરવા માંગણી શહેર કોંગ્રેસે કરી છે છેલ્લા પચ્ચીસ વર્ષથી સિહોર નગરપાલિકા મા ભાજપનુ એકહથ્થુ સંપૂર્ણ બહુમતીનું શાસન છે સિહોર ની જનતા એ પણ સંપુર્ણ વિશ્વાસ થી સતા સોંપેલ છે પણ નગરપાલિકા અને ભાજપ પક્ષ દવારા વિશ્ર્વાસઘાત થઇ રહયો છે તેવુ સિહોર ની જનતા ને પણ વર્તમાન મા લાગી રહ્યુ છે જેનુ મુખ્ય કારણ પણ વ્યાજબી છે.
સિહોર નગરપાલિકા ના શાસકપક્ષ ના નગરસેવકો દીપશંગભાઇ રાઠોડ અને ડાહ્યાભાઇ રાઠોડ દવારા દસ્તાવેજી પુરાવા સાથે ખુલ્લા ભષ્ટ્રાચાર ના આરોપો કરવામાં આવે છે જે અતિશય ગંભીર બાબત બની જાય છે આને અનુલક્ષી ને સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ ગોહિલ દવારા નગરપાલિકા સામે આ થયેલા ભષ્ટ્રાચાર ના આક્ષેપો જેવા કે ફીલ્ટર પ્લાન્ટ, ગટર,તથા પાઇપલાઇન જેવા અનેક મુદ્દા જે શાસકપક્ષ ના સભ્યો દવારા કરાયેલ ભષ્ટ્રાચાર ના આરોપો છે મુદ્દે આરટીઆઇ કરવામાં આવી હતી.
જેનો જવાબ નગરપાલિકા દવારા હાલ મા મળતા સંતોષકારક જણાતો નથી જેમા ફીલ્ટર પ્લાન્ટ મા તો ગોળગોળ જ જવાબ હોય તેવુ સ્પષ્ટ રીતે જણાઇ રહ્યુ છે અને સાથે કોરોના મહામારી અંતર્ગત સિહોર નગરપાલિકા ને મળેલી ગ્રાંટ ને સિહોર ના વોર્ડ દીઠ કરવામાં આવેલા ખર્ચે બાબતે પણ ચર્ચા કરવામાં આવે આવી માંગણી સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદિપસિંહ ગોહિલ અને સિહોર નગરપાલિકાના વિરોધપક્ષના નેતા કિરણભાઈ ઘેલડા દ્વારા આવતી સાધારણ સભામાં આ આરોપ કરાયેલ તમામ મુદ્દા ને એજન્ડા મા સમાવેશ કરી સાધારણ સભામાં ચર્ચા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.