પુંજાભાઈ કોળી સમાજના લોકપ્રિય નેતા છે વડીલ અને ગાંધીવાદી નેતાને આવતા દિવસોમાં હેરાનગતિ બંધ કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ રોડ પર ઉતરી જશે : અશોક મકવાણા

બ્રિજેશ ગૌસ્વામી
સમગ્ર રાજ્યમાં કોળી સમાજના નેતા પુંજાભાઈ વંશને હેરાનગતિને લઈ મામલો ખૂબ ચર્ચામાં છે જેના કારણે સમગ્ર કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઇ વંશને સરકાર અને પોલીસ દ્વારા ખોટી હેરાનગતી કરવામાં આવતા સિહોર ખાતે આજે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે સમગ્ર મામલે રાજ્યમાં કોળી સમાજમાં રોષ વ્યાપ્યો છે અને ઉગ્ર આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાત રાજયના કોળી સમાજના મુખ્ય આગેવાન અને કોંગ્રેસના સીનીયર અને અનુભવી ધારાસભ્ય પુંજાભાઇ વંશને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરી માનસીક ત્રાસ આપવાના સરકારશ્રીના હીન પ્રકારના કૃત્યને સમગ્ર કોળી સમાજ સખ્ત શબ્દોમાં વખોડે છે. પુંજાભાઇ વંશ કોળી સમાજના લોકપ્રિય અને લોકલાડીલા નેતા છે.

છેલ્લા ૩૦ વર્ષની કોંગ્રેસપક્ષના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવે છે અને હાલ તેઓ ઉનાના ધારાસભ્ય તરીકે ફરજ બજાવે છે. પુંજાભાઇ વંશ કોંગ્રેસપક્ષમાં કનિદૈ લાકિઅ સને -૧૯૯૦ થી ધારાસભ્ય તરીકે મોટે ભાગે ચુંટાતા આવે છે તેઓને પોલીસ કે સરકારશ્રી દ્વારા કયારેય કોઇ પુછપરછ ૩૦ વર્ષમાં કરવામાં આવેલ નથી કેમ કે પુંજાભાઇ વંશ ગાંધીવાદી નેતા તરીકેની છાપ ધરાવે છે તેઓ શિક્ષિત અને પ્રમાણીક નેતાની જબરજસ્ત છાપ ધરાવે છે. હાલમાં રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા તેઓને ખુબ જ મહત્વની જવાબદારી આપવામાં આવેલ છે.

તેઓ કોળી સમાજના ખુબ જ મહત્વના નેતા તરીકે સર્વકૃત આગેવાન હોવાથી તેમની આગવી છાપ છે. તેથી  સરકારશ્રીને તેઓની કામગીરીમાં અડચણ ઉભી કરવા સરકારશ્રી પોલીસના માધ્યમથી આવા પ્રમાણીક અને નિષ્ઠાવાન આગેવાનને પરેશાન કરવા હીનકૃત્ય કરી રહેલ સરકારની પ્રવૃતિને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. આ આવેદન આપી સમગ્ર ગુજરાતનાં કોળી સમાજની લાગણી દુભાણી છે. અહીં કોળી સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here