ત્રણે’ક મહિનાનાં લાંબા સમય બાદ ગ્રામ્ય અર્થતંત્ર ધબકતુ થયુ, ગ્રામ્ય વિસ્તાર સહિત સૌરાષ્ટ્રભની હીરાની ફેકટરીઓમાં માસ્ક પહેરવા સહિતના નિયમો પાળીને રત્નકલાકારોએ કામ શરૂ કર્યુ

દેવરાજ બુધેલીયા
લોકડાઉનમાં હીરા ઉધોગ ઠપ થઈ ગયા બાદ હવે લાંબા સમયે ફરી આ ઉધોગ ધમધમતો થયો છે. ગ્રામ્ય અર્થતંત્રમાં ખેતી બાદ હીરા ઉધોગની મહત્વની ભૂમિકા રહી છે લાખો ગ્રામીણ યુવાનો કોરોના કાળમાં બેકાર બન્યા હતા તે ફરી હીરા ઉધોગ ચાલુ થતા રોજગારી મેળવતા થયા છે. દરમિયાન કોરોનાની ગંભીર  સ્થિતિને લઈને સુરતથી વતન સૌરાષ્ટ્રમાં આવેલા હજારો રત્નકલાકારોએ ફરી સુરતની વાટ પકડી છે. સિહોર સાથે સોૈરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ , જસદણ, ગઢડા, બાબરા , લાઠી સહિતનાં વિસ્તારો હીરા ઉધોગનાં મુખ્ય કેન્દ્રો છે.

સોૈરાષ્ટ્રમાં લાખો યુવાનો  કોરોના આફતને કારણે હીરાની ફેકટરીઓ બંધ થતા છેલ્લા ત્રણેક મહિનાથી ધંધા – રોજગાર વિના બેઠા હતા. હીરાની ફેકટરીમાં સીટીંગ વ્યવસ્થા જ એવી હોય છે કે એક ઘંટીને ફરતા ચાર – પાંચ કારીગરો બેસે છે  એટલે કોરોના સંક્રમણનો સોૈથી વધુ ખતરો હોવાથી  ફેકટરીઓનાં શટર પાડી દેવામાં આવ્યા હતા. દરમિયાન હવે અનલોક જાહેર કરી  વેપાર –  ઉધોગને છૂટ છાટ આપતા સોશ્યલ ડિસ્ટન્સ જાળવી, માસ્ક , સેનિટાઈઝર્સની સુવિધા સાથે હીરા ઉધોગ ફરી ધમધમતો થયો છે. જોકે હાલ દરેક ફેકટરીઓમાં પૂરી ક્ષમતાથી ચાલુ થઈ નથી પણ ધીરે ધીરે સ્થિતિ થાળે પડી રહી છે.

સિહોર ભાવનગર અને અમરેલી વિસ્તારમાં પણ મોટાભાગની હીરાની ફેકટરીઓ ચાલુ થઈ જતા ગ્રામ્ય અર્થતંત્ર ફરી ધબકતુ થયુ છે. કોરોનાની ગંભીર સ્થિતિને લઈને ડાયમંડ સિટી સુરતથી દોઢેક મહિના વતન સોૈરાષ્ટ્રમાં આવેલા હજારો યુવાનો હવે સુરતમાં ફરી હીરા ઉધોગ શરૂ થઈ રહયો હોવાથી સુરત પરત ફરી રહયા છે. ખાનગી બસ અને એસટીનો વ્યવહાર શરૂ થઈ જતા સુરત જનારાની સંખ્યા વધી રહી છે.  જો કે હાલ ખેતીમાં સિઝન હોય કેટલાક યુવાનો હાલ એકાદ મહિનો સોૈરાષ્ટ્રમાં ગામડે ખેતી કામમાં મદદ માટે પણ રોકાયા હોવાનું માર્કેટ સાથે જોડાયેલા આગેવાનો જણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here