ટાઉન પ્લાનિંગની ગેરકાયદેસર બેઠક રદ કરો, બેઠક અંગેનું સાહિત્ય કબ્જે કરો, સમગ્ર મામલો પ્રાંત અધિકારી સુધી

ત્રણ નગરસેવકો દ્વારા બેઠક મામલે રજુઆત, ગંભીર પ્રકારના આક્ષેપો, મામલો ચર્ચાના ચકડોળે, દીપશંગભાઈ કહ્યું નગરપાલિકામાં જોહુકમી થી વહીવટ ચાલે છે, અતિ ગંભીર બાબત

બ્રિજેશ ગૌસ્વામી
સિંહોર નગરપાલિકામાં જોહુકમીથી વહીવટ ચાલે છે તેવું ભાજપના નગરસેવકે કહેતા સ્થાનિક રાજકારણમાં ભારે હોહા મચી જવા પામી છે સિહોર નગરપાલિકા ખાતે મળેલી ટાઉન પ્લાનિંગ બેઠક અતિ વિવાદોમાં સપડાઈ છે આમતો બેઠક યોજવવાની હતી ત્યારથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે હાલ સમગ્ર મામલો પ્રાંત અધિકારી સુધો પોહચ્યો છે બેઠકને રદ કરવા તેમજ બેઠકનું સાહિત્ય કબ્જ કરવાની માંગ સાથે ભાજપના નગરસેવક દીપશંગભાઈ રાઠોડ ડાયાભાઇ રાઠોડ અને કોંગ્રેસના નગરસેવક મુકેશ જાની દ્વારા રજુઆત કરી છે.

દીપશંગભાઈએ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે કે ચીફઓફિસર ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવે છે અને નગરપાલિકાનો સમગ્ર વહીવટ જોહુકમીથી ચાલે છે તેવું ભાજપના જ સભ્ય કહે છે ત્યારે મામલો ખૂબ ગંભીર બન્યો છે બે ભાજપ અને એક કોંગ્રેસના નગરસેવકનું કહેવું છે કે નગરપાલિકાની તા .૪ / ૬ / ૨૦૨૦ ના રોજ મળેલ ટાઉન પ્લાનીંગ કમીટીમાં ગેરકાયદેસર ગેરધારાસર નિર્ણયો લેવાયેલ છે અને તે સમગ્ર બેઠક ગેરબંધારણીય રીતે મળેલ હોય તે અનુસંધાને તા .૯ / ૬ / ૨૦૨૦ થી ભાવનગરના મહે . પ્રાદેશિક કમિશ્નર સાહેબશ્રીની કોર્ટમાં ૨૫૮ તળે કેસ દાખલ કર્યો છે મીટીંગ પૂર્ણ થયા બાદ ધારાસર સમગ્ર પ્રકરણ નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રીએ પોતાના હસ્તક લઈ અને કસ્ટડી કરવું જોઈએ.

ત્યારબાદ સભ્યશ્રીઓ લોકોના વંચાણે નિયમાનુસાર જોવા માટે ખુલ્લુ મુકવું જોઈએ જે આજ સુધી કરવામાં આવ્યું નથી ગેરકાયદેસર ગેરબંધારણીય રીતે પૈસાપાત્ર વગ ધરાવતા લોકોને ફાયદો કરી આપવાના આશયથી પોતાના અંગત આર્થીક હીત સિધ્ધ કરવા સમીતીના સભ્યો દ્વારા ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવી રહ્યું છે આ પ્રકરણ ચેરમેનશ્રી તથા સમીતીના સભ્યો પોતાની મનસુફીથી નિર્ણય લેવા માટે હાથ ઉપર લઈને બેઠા છે અમે ચીફ ઓફીસરશ્રીને છેલ્લા બે થી ત્રણ દિવસથી નિયમાનુસાર પ્રકરણ ચકાસવા માટે માંગણી કરવા છતા એક યા બીજા બહાના હેઠળ રજુ કરવામાં આવતું નથી હાલ સમગ્ર મામલો નાયબ કલેકટર સુધી પોહચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here