કોરોના સંક્રમણ અટકાવા બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું ફરજીયાત

હરેશ પવાર
કોરોના વાયરસને લઈને લોકડાઉન ૫ માં શરતો સાથે અનલોક કરવામાં આવ્યું છે. સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું અને સેનેતાઈઝર નો ઉપયોગ સાથેની કોરોના ગાઈડલાઈન નું પાલન કરવાની શરતો સાથે લોકડાઉન ને અનલોક કરવામાં આવ્યું છે. છતાં રાજ્યમાં દરરોજ કોરોના કેસો વધી રહ્યા છે. લોકોમાં કોરોના ને લઈને સહેજ પણ ગંભીરતા જોવા નથી મળતી લોકો માસ્ક વગર જ ખુલ્લામાં ફરી રહ્યા છે જેને લઈને સરકાર શ્રી દ્વારા માસ્ક નહિ પહેરનારને પોલીસ સ્થળ ઉપર જ દંડ વસુલ કરી કાર્યવાહી કરશે તેવી નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

જેને લઈને આજે સિહોર પોલીસ મથકના પીઆઇ કે.ડી.ગોહિલ અને પોલિસ સ્ટાફ દ્વારા મુખ્ય બજારો સહિતના વિવિધ પોઈન્ટ ઉપર માસ્ક નહિ પહેરનાર જનતાને સ્થળ ઉપર જ દંડ કરવામાં આવ્યા હતા. લોકોમાં માસ્ક પહેરવાનો કડક અમલ કરવા માટે થઈને ફરી પોલીસને કામગીરી સરકાર દ્વારા સોંપવામાં આવી છે. માસ્ક પહેરવું એ તમારા અને તમારા પરિવારને સુરક્ષિત રાખશે માટે બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા માટે પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here