ફેરિયા ભાઈઓ-બહેનોની આરોગ્ય તપાસ હાથ ધરાઈ
હરેશ પવાર
લોકડાઉન અનલોક કર્યા બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. લોકોની વધતી જતી હેરફેર થી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઈને સિહોર નગરપાલિકા અને અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આજે ટાઉનહોલ ખાતે સવારે ૧૧ થી ૨ વાગ્યા સુધી સિહોરના ફેરિયા ભાઈઓ અને બહેનોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સોશ્યલ ડિસ્ટન્સ સાથે તમામ ફેરિયાઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.
સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા ફેરિયા ભાઈઓ બહેનોને કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક નો ઉપયોગ, સેનેતાઈઝર નો ઉપયોગ કરવો તેમજ સોશ્યલ ડિસ્ટન્સની જરૂરી માહિતી પુરી પાડવામાં આવી હતી. હવેથી દર બુધવારે સવારે ૧૧ થી ૨ સુધી ફેરિયાઓની આરોગ્ય તપાસ કરવામાં આવશે.