અંદાજે એકાદ લાખની વસ્તીને સેવાના નામે સાવ મીંડુ, વ્યાપક લોકોનો રોષ

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ચોતરફ ફાટી નિકળેલા ગંદકીના સામ્રાજયથી ભયંકર રોગચાળો ફાટી નિકળવાની દહેશત સેવાઈ રહી છે શહેરની અંદાજે એકાદ લાખની વસ્તીના આરોગ્યની કંઈ ન પડી હોય તેમ તંત્રની બેદરકારીના કારણે શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઉકરડાઓના થરો અને ઢગલાઓ લાગી ગયા હોવા છતા કચરો ઉપાડવામાં આવતો નથી.

જેના કારણે સર્વત્ર માખી,મચ્છરોના ઉપદ્રવમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો હોવાથી શહેરીજનોમાં ઝાડા,ઉલ્ટી, તાવ, ઝેરી મેલેરીયા, તેમજ શ્વેતકણો વધી જવાથી ડેન્ગ્યુ જેવા રોગ વધી રહ્યા છે જેના કારણે સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે.

ચોમાસાની ઋુતુ શરૂ હોય જેના કારણે જયાં ત્યાં ગંદકીના ખાબોચીયા ભરાયેલા છે અને આ ગટરના પાણી મેઈન બજારમાં વહેતી ગંગાની જેમ ફરી વળે છે અને લોકોને આ ગંદા પાણીમાં થઈને ચાલવુ પડે છે. જો મેઈન બજારમાં આટલી ગટરો ઉભરાતી હોય અને તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવતુ ન હોય તો શહેરના અન્ય મહોલ્લાઓ અને ગલીઓની શુ દશા હશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.

આવી ગંદકીઓના ઉકરડા તથા જયાં ત્યાં ઉભરાતી ગટરોની આજુબાજુ રહેતા નાગરીકોને પોતાના ઘરના બારી બારણાઓ પણ ફરજીયાત બંધ રાખવાની ફરજ પડે છે એટલી હદે દુર્ગંધ મારતી હોય છે. રાહદારીઓને પણ આવા સ્થળોએથી પસાર થતા ફરજીયાત પોતાના મોં પર રૂમાલ બાંધવાની ફરજ પડે છે.આટલી હદે ગંદકીનું સામ્રાજય હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here