ચોમાસાના સત્તાવાર આગમન બાદ પ્રથમ વખત મેઘવિરામ, મેઘવિરામ વચ્ચે મહત્તમ તાપમાન ઉંચકાયું, બપોરના સમયે આકરા તાપની અનુભૂતિ
બ્રિજેશ ગૌસ્વામી
ચોમાસાની ઋતુનું સત્તાવાર આગમન થયાના ત્રીજા દિવસે મેઘરાજાએ વરસાદમાં સંપૂર્ણ લોકડાઉન રાખ્યું છે છેલ્લા ઘણા દિવસો સિહોર સાથે પંથકના એક પણ ગામોમાં મેઘરાજાની હાજરી નોંધાઈ ન હતી.જેના કારણે બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. સૂર્યાસ્ત સુધી ઉનાળાની ગરમી અને અસહ્ય બફારોનો અનુભવ થયો હતો. નાગરિકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા સવારથી જ આકરી ગરમી અનુભવાની શરૃઆત થઈ ગઇ હતી.
બપોરના સમયે આકરા તાપની અનુભુતિથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. જેઠ માસ પૂર્ણ થવાની તૈયારીમાં છે. ત્યારે, ચૈત્ર-વૈશાખ જેવી કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે નોંધનિય છે કે, નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે જૂન માસના પ્રારંભથી સમગ્ર તાલુક જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જેથી ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે.