મતો લેવા આવે છે બાકી કોઈ ભોજ્યો ભાઈએ ઇ ડોકાતું નથી..લોકોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે આક્રોશ ભભૂક્યો ઉઠ્યો, પ્રાથમિક સુવિધા અપાવી શકે તેવા પાણીદાર નેતાની લોકોને હવે જરૂર છે

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં આજે એકવીસમી સદીમાં પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે આંદોલન કરવાની ચીમકીઓ આપવી પડે છે આનાથી વધુ વિકાસની સાથે કમનસીબી પણ શું ગણવી..સત્તા મળ્યા પછી સ્થાનિક ભાજપના ચૂંટાયેલા પદ અધિકારીઓ ઓફિસોમાં બેસીને વિકાસની વાતો કર્યે રાખે છે અને કોંગ્રેસ રજુઆત અને આવેદન ધરણાંના નામે પોતે પ્રજા વચ્ચે રહેવાનું નાટકો કર્યે રાખે છે પરંતુ પરિણામ સુધી પોહચાતુ નથી અને પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓ આજે જેમની તેમ જોવા મળે છે ત્યારે હવે શહેરના કોઈ પક્ષા પક્ષી નહિ પણ માત્ર ખાલી પ્રાથમિક સુવિધા અપાવી શકે તેવા પાણીદાર નેતાઓની જરૂરિયાત આ શહેરને ઉભી થઈ છે.

તેવું ચોક્કસ કહી શકાય વોર્ડ નં ૯ ના રહીશોનું કહેવું છે કે આજે વિકાસ હરળફાળ ભરી રહ્યો છે ૨૧ મી સદી ચાલે છે પરંતુ અહીં રોડ રસ્તા પાણી કે ગટરોની કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી મતો લેવાના હોઈ ત્યારે મતદાનના દિવસે ભોજન અને રિક્ષાઓથી માંડી તમામ સુવિધાઓ આપવામાં આવે છે પરંતુ ચૂંટાયા પછી કોઈ ભોજયો ભાઈ ઇ પણ અહીં ડોકાતો નથી અને અમે વિકાસના કામોથી અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત છીએ સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે આવતા દિવસોમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં નહિ આવે તો નગરપાલિકા કચેરીએ જઇને ઉપવાસ પર બેસી જવાની આક્રોશભેર ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે ખરેખર હવે શહેરને સુવિધાઓ આપી શકે તેવા પાણીદાર નેતાની જરૂર ઉભી થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here