તાલુકા કચેરીના મુખ્ય અધિકારી વકાણી અને પંડિતની જબદસ્ત કામગીરી, બન્ને અધિકારીઓ ટિમ સાથે સિહોરના એક એક ગામડે ગામડે પોહચી જરૂરી સૂચનાઓ આપે છે

હરેશ પવાર
સિહોર તાલુકા હેલ્થ કચેરી દ્રારા શહેરમાં રોગચાળો અટકાવવા સધન તપાસ અને કવાયત શરૂ કરી છે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાડની સુચનાથી જીલ્લા મેલેરિયા અધિકારી ડો.બી.પી.બોરીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણીના માર્ગદર્શન હેઠળ તા.૧૮/૬/૨૦૨૦ ના રોજ અર્બન ટીમ તથા ગ્રામ્ય ટીમ કુલ ૪૨ ટીમો દ્રારા શહેરના શહેરી વિસ્તારના ગામમાં ધેર-ધેર મુલાકાત લેવામાં આવી અને પાણીના પાત્રો ઢાંકીને રાખવા,ટાયરો દુર કરવા,કચરો દુર કરવા સુચના આપવામાં આવી.

ટાયરો દુર કરવ્યા તેમજ પોરાવાળા પાણીના પાત્રોનો નિકાલ કરવામાં આવ્યો.આ ટીમોમાં જીલ્લા સુપરવાઇઝર આશાબેન પટેલ,સરોજબેન ઝાલા આવીને માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. આ સમ્રગ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત, હસુમતીબેન ગોહિલ,તથા પ્રા.આ.કેન્દ્ર ના સુપરવાઈઝર ગણપતભાઈ ભીલ,રામદેવસિહ ચુડાસમા, કરણસિંહ હાડા,રાહુલભાઈ રમણા,રાજદિપસિહ ગોહિલ,પી.ડી.રાણા,મીનાબેન પાઠક,કે.કે.પંડયા,કાકડીયાબેન તથા અર્બન ના સાજણભાઈ હાડગરડા અને દિપકભાઈ નાથાણી દ્રારા જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here