સિહોરના રાજીવનગરમાં જુગારધામ પર પોલીસ ત્રાડકી, જુગારીઓ ભારે અઘરા છેક ભાવનગરથી ૨૫ કિલોમીટર દૂર રાજીવનગર બાવણની કાંટમાં જુગાર રમવા આવ્યા હતા

સલીમ બરફવાળા
આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮/૫૦ કલાકે સિહોરના રાજીવનગર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પીઆઇ ગોહિલ અને સ્ટાફ ત્રાડકી નવ શખ્સોને ગિરફ્તાર કરીને જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે બનાવની પ્રાથમિક જાણકારી અમારા સહયોગી હરેશ પવારે આપી હતી અને જેઓએ પ્રાથમિક વિગતો આપી છે કે મોડી સાંજે સિહોરના રાજીવનગરમાં બાવળની કાંટમાં જુગારધામ ચાલતો હોવાની બાતમી પોલીસ અધિકારી અને ટીમને મળી હતી અધિકારી અને સમગ્ર ટિમ આ જુગારધામ પર ત્રાડકી હતી અને તમામ બાવળની કાંટમાં જુગાર રમતા હતા અને ઝડપાઇ ગયા છે.

પોલીસ તપાસમાં ઝડપાયેલા તમામ ભાવનગરના અલગ અલગ વિસ્તારના છે અને એક ફરાર ભરત ગોહિલ સિહોરનો હોવાનું ખુલ્યું છે અંદાજે અડધા લાખ જેવી રકમ પોલીસમને હાથ લાગી હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે જુગારી ભારે અઘરા કહેવાઈ ભાવનગરથી ૨૫ કિલોમીટર દૂર સિહોરના રાજીવનગરમાં બાવળની કાંટમાં તીનપત્તિનો જુગાર રમવા આવ્યા અને ઝડપાઇ ગયા છે જુગારધારા હેઠળ તમામને ગિરફ્તાર કર્યા છે બનાવની વિગતોની રાહ જોવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here