રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમમાં સિહોરની ગરીબ બાળકીને મળી ૪ લાખની તબીબી સહાય

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકા હેલ્થ કચેરી ના જુદા-જુદા વિસ્તારોમાં સરકારશ્રીનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ જુદાજુદા વિસ્તારોમાં કામગીરી થઈ રહી છે.આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.સિહોરના હનુમાનધારા વિસ્તાર સિહોર માં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ હેઠળ અબઁન માં કામ કરતી ટીમ ડો.વિજયભાઈ કામળીયા,ડો.પુજાબા ગોહિલ દ્રારા શાળા આરોગ્ય કાર્યક્રમ અન્વયે ૨ વર્ષ નું બાળક ખુશી વિપુલભાઈ ડાંભલીયા માતા કાજલબેન ને જન્મજાત હદયરોગ હોવાનું માલુમ પડેલ.

આ બાળક ની તપાસ-સંદર્ભ કાર્ડ ભરીને રીફર કરીને ૧૫ માર્ચ ૨૦૨૦ ના રોજ ઓપરેશન મફત માં કરાવેલ છે.બાળકી ના વાલી આ કાર્યક્રમ અને તબીબી આલમ નો આભાર વ્યક્ત કરેલ છે.આમ બાળકીને નવજીવન અને આશરે હદય રોગ ના ઓપરેશન ના ૪ લાખની રકમ બચવા પામેલ છે.સરકારના કાર્યક્રમની છેવાડાના માનવી સુધી સંદેશો પહોંચે અને માનવતાવાદી વલણવાળા કમઁચારીનો સમન્વય થાય તો જશ કલ્યાણ થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here