સિહોર નગરપાલિકાના ઇતિહાસમાં સૌથી શરમજનક ઘટના, ટાઉન પ્લાનિંગ બેઠકનો મામલો મુખ્યમંત્રી સુધી જશે

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગર પાલિકાના ઇતિહાસમાં સૌથી શરમજનક ઘટના સામે આવી છે જેને લઈ સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે ટાઉન પ્લાનિંગની મળેલી બેઠક અગાઉથી વિવાદમાં ઘેરાયેલી રહેલી છે બેઠક યોજાવાની હતી ત્યારથી લઈ આજ સુધી બેઠકનો વિવાદ કેડો મુકતો નથી બેઠક અંગે ઘણું બધું થયું છે આક્ષેપો આરોપો રજૂઆતો આવેદનો એ બધું લખવા બેસીએ તો લાબું થઈ જશે જગ્યા ટૂંકી પડશે અને મુદ્દાની ચર્ચા અધૂરી રહેશે બેઠકની ગેરકાયદેરતા અને લખાણ અંગેના કાગળો બાબતે નગરસેવકો દ્વારા તા.૧૭ ના રોજ પ્રાંત અધિકારીને રજુઆત કરી હતી કે ટાઉન પ્લાનિંગની મળેલી બેઠક અંગેનું લખાણ પ્રોસીંટિંગ અમને આજ સુધી રજૂઆતો અને માંગણી કરવા છતાં આપવામાં આવ્યું નથી.

નગરસેવકોની રજૂઆતના અનુસંધાને ચિફ ઓફિસર દ્વારા નગરસેવકોને બેઠક અંગના કાગળો આપવામાં આવ્યા હતા જે કાગળોને લઈ અતિ શરમજનક બાબતો બહાર આવી છે કાગળમાં સ્પષ્ટ નગર નિયોજક અને ચીફ ઑફિસરે ટાંકીને લખ્યું છે કે જ્યાં નગર નિયોજકના અભિપ્રાયની વિરોધમાં અને ટાઉન પ્લાનિંગના ૧૯ શરતોને ધ્યાનમાં લઈ એક પણ ફાયલોને મંજરી આપવી નહિ અને નગર નિયોજકે કહ્યું કે ગેરકાયદેસર કોઈ પણ નિર્ણય લેશો તો જવાબદારી કમિટીની રહેશે આ બાબત અતિ ગંભીર છે સિહોરના ઇતિહાસમાં સૌથી શરમજનક બાબત કહી શકાય.

કારણકે મુખ્ય અધિકારીઓના સપષ્ટ અભિપ્રાય છે કે બેઠક ગેરકાયદેસર છે ત્યારે આ મામલો ખૂબ ચગ્યો છે આ અંગે દીપશંગભાઈએ કહ્યું કે સમગ્ર મામલો જિલ્લા ભાજપ પ્રદેશ ભાજપ અને મુખ્યમંત્રી સુધી જશે કારણકે અમારી પાર્ટીના આ સંસ્કારો નથી જ્યારે મુકેશ જાનીએ કહું સત્તાધીશો સત્તામાં અને ખિસ્સામાં ભરવામાં ભાન ભૂલ્યા છે સમગ્ર મામલો ખૂબ પેચીદો બન્યો છે હાઇકોર્ટે સુધી જશે મુખ્યમંત્રી સુધી જશે અને સ્ટે અને મનાઈ હુકમ બાબતની પણ કાર્યવાહી શરૂ થઈ હોવાની વાત સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here