મેળાઓ મારફતે આખા વર્ષની કમાણી કરી લેનારા ધંધાર્થીઓને ફટકો, પ્રગટેશ્વર મહાદેવ, ગૌતેમેશ્વર મહાદેવ, બ્રહ્મકુંડ સહિત જિલ્લામાં અને મોટા યક્ષ સહિતના મેળાઓ યોજાશે કે કેમ? સવાલ
બ્રિજેશ ગૌસ્વામી
કોરોના મહામારીએ આખા વિશ્વને થંભાવી દિધું છે. ભીડ જમા થાય તે પ્રકારના સ્થળોએ અનેે મેળાવડા પર હાલપુરતી ભારત સરકારે રોક લગાવી દીધી છે. ત્યારે શ્રાવણમાસથી યોજાનારા મેળા આ વર્ષે ન યોજાય તેવી વકી છે. જો આમ થશે તો હજારો ધંધાર્થીઓના રોજગારને પણ ફટકો પડશે. મળતી માહિતી મુજબ દેશ તાથા રાજ્યમાં કોરોના કેસ દિવસા દિવસ વધી રહ્યા છે. લોકડાઉન ખુલ્યા બાદ કેસમાં વધારો થયો હોવાથી સરકાર દ્વારા આકરા નિર્ણયો લેવાયા છે જેમાં ભીડ એકત્ર થાય તે પ્રકારના જાહેર કાર્યક્રમોથી માંડીને શાળા સુધ્ધા પણ બંધ રખાઈ છે.
ત્યારે આ સ્થિતિમાં લાખો લોકો જ્યાં મુલાકાત લેતા હોય તેવા મેળા-મલાખડા યોજવા પરવાનગી મળશે કે કેમ તે સવાલ ઉઠયો છે. જાણકારોના મતે શ્રાવણમાસમાં સિહોરમાં યોજાતા નાના-મોટા મેળાઓની મોસમ શરૂ થઈ જતી હોય છે ખાસ કરીને ગૌતેમેશ્વર મહાદેવ અને બ્રહ્મકુંડ ખાતેનો મેળો સિહોરમાં પ્રસિદ્ધ છે જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટે છે ત્યારે સંક્રમણનો ખતરો વધુ રહેશે. અને રાજ્ય સરકારે મેળા ન યોજવા લીધેલા નિર્ણય બાદ સિહોરમાં પણ મેળાઓને પણ ગ્રહણ લાગે તેવી શક્યતા છે.
મેળા ન યોજાવાથી સૌથી વધુ અસર નાના વર્ગને થશે જે વિવિધ ચીજો વેંચીને આખા વર્ષનું પેટીયું રળી લેતા હોય છે. ખાણી-પીણીના વેપારીઓ તાથા ચકડોળ સહીતના સાધનો રાખનારાઓને ફટકો પડશે. કોરોનાએ પહેલાથી જ લોકોની આર્થિક કમર તોડી નાખી છે ત્યારે મેળા પર ગ્રહણ લાગતા આ સમયે કમાવવાનો મોકો પણ હાથમાંથી છીનવાઈ જશે.