આખું ગામ દિવસભર ખાલી રહે છે, ગામ બજારમાં ધંધા રહ્યા નથી, પબ્લિક બજારમાં નીકળતું નથી, વેપાર થતો નથી, આખો દાડો બજારમાં એમ પણ ડિસ્ટન્સ જ રહે છે કારણ પબ્લિક આવતું નથી

હરેશ પવાર
લોકડાઉન પછી અનલોકમાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે પરંતુ માર્કેટમાં વેપારીઓ ભયાનક મંદીનો સામનો કરી રહ્યા છે અમુક વેપારી બોણી કર્યા વગરના સાંજે ઘરે પરત ફરે છે આ સ્થિતિનું નિર્માણ થયું છે માણસને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે ધંધામાં વેપાર છે નહીં પબ્લિક બજારમાં નીકળતું નથી વેપાર રહ્યા નથી લોકો ભયાનક આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યારે છેલ્લા થોડા દિવસોથી સિહોર નગરપાલિકા વિભાગે દંડ કાર્યવાહી શરૂ કરી છે.

આજે સિહોર નગર પાલિકા તથા પોલીસ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સંયુક્ત કામગીરી હાથ ધરી હતી જેમાં માસ્ક નહીં પહેરનાર તથા ધંધા રોજગાર ના સ્થળે ડીસ્ટનસીંઞ નું પાલન નહીં કરનાર ને દંડ ફટકારવામાં આવેલ તથા જાહેરનામા નુ પાલન કરવામાં નહીં આવેતો દંડકીય કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવેલ આ કામગીરી પી.આઇ. ઞોહિલ, ઇન્દુભા ઝાલા, જગદીશભાઈ આહીર સાથે સિહોર નગર પાલિકા શૉપ ઇન્સ. વિજયભાઈ વ્યાસ, જયકુમાર મકવાણા, રાજુભાઇ આચાર્ય ,ધર્મેન્દ્ર ભટ્ટ તથા આનંદ રાણા સહિતના કામગીરીમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here