સિહોરના બ્રહ્મકુંડ પાસે ગટર ઉભરાણી છે, માથું ફાડી નાખે તેવી દુર્ગંઘના કારણે રહીશો તોબા તોબા
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરમાં ગટર ઉભરાવવાની વાત નવી નથી રોજ “દી” ઉગેને આ સમસ્યાથી શહેરના મોટાભાગના લોકો પીડાઈ છે મુશ્કેલી અનુભવી રહ્યા છે પરેશાની ભોગવી રહ્યા છે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગટરના પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી સમગ્ર રાજ્યનું પ્રસિદ્ધ સ્થળ બ્રહ્મકુંડ નજીક છેલ્લા ઘણા દિવસથી ગટર ઉભરાઈ રહી છે ગટરના દુર્ગધ પાણી રોડે વહી રહ્યા છે લોકો તોબા પોકારી ઉઠ્યા છે પરંતુ તંત્ર હજી ગટર રીપેરીંગ કામ કરવામાં વિલંબ કરી રહ્યું છે દુર્ગંધના કારણે સ્થાનિકો પરેશાન છે વહેલી તકે રીપેરીંગ થાય તે જરૂરી છે.