મહેશભાઈ અને મનુભાઈ બન્ને ગામના પ્રતિષ્ઠિત અને બાહોશ વ્યક્તિ છે, આગામી બે વર્ષ માટે સિહોર ચેપ્ટરનો કારોભાર સંભાળશે, તમામ હોદ્દેદારો બિન હરીફ થયા
મિલન કુવાડિયા
સિહોર વેપારી અગ્રણી આગેવાન અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ મહેશભાઈ કળથીયા અને મનુભાઈ ચાવડા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે બન્ને આગેવાનોને ચોમેરથી અભિનંદન વર્ષ થઈ રહી છે ભાવનગર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ – સિહોર ચેપ્ટરના આગામી બે વર્ષ માટેની કારોબારી સમિતિની વરણી થઈ છે જેમાં સંસ્થાના ચેરમેન તરીકે મહેશભાઇ કળથીયા વાઇસ ચેરમેન તરીકે મનુભાઇ ચાવડા સેક્રેટરી તરીકે નિખિલભાઇ દવે જોનલ સેક્રેટરી તરીકે અભયભાઇ હરસોરા તેમજ ખજાનચી તરીકે સુનિલભાઇ ગોરડીયાની વરણી થયેલ છે . જયારે અન્ય કા.સભ્યમાં દિપકભાઇ ધાળકીયા ( પૂર્વ ચેરમેન ) , કીર્તીભાઇ ખાટસુરીયા , સુરેશભાઇ પટેલ , ભાવેશભાઇ ગોરડીયા , સલીમભાઇ હુનાણી , અશરફભાઇ ચૌહાણ , રાજુભાઈ જાની વિગેરે સંસ્થાના ઉદેશોને આગળ ધપાવવા સક્રીય રહેશે.