સિહોર શહેરમાં ગઈકાલે રવિવારે ગુજરાત યુવક બોર્ડના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા છે 1857 ના પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ના સેનાની “નાના સાહેબ પેશ્વા” જી ની પ્રતિમાને સાફ-સફાઈ કરી કુમકુમ તિલક અને ફુલહાર કરવામાં આવ્યા હતા…
બ્રિજેશ ગૌસ્વામી
સ્વચ્છતા અભિયાન અંતર્ગત ત્રિકોણીય બગીચામાં ઉપસ્થિત સૌ આગેવાનો કાર્યકરો દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી હતી સાથે જ જિલ્લા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના સયોજકોની સંકલન બેઠક યોજવામાં આવી હતી આ ત્રિવિધ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોન ઇનચાર્જ ધવલ દવે જિલ્લા ભાજપના મુકેશભાઇ લંગાળીયા, શહેર ભાજપ માંથી કિશન સોલંકી, જિલ્લા સંયોજક રાજેશભાઈ વાઘોશી, સાથી સંયોજક અભયસિંહ ચાવડા તેમજ ધ્રુવ ભટ્ટ અને તમામ મંડળ તાલુકાના સંયોજકો ની હાજરીમાં યોજાયો.